SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ પૂજાસંગ્રહ સાથે - - - - - - - - નવવિધ પરિગ્રહ પરિમાણ, આનંદાદિકની પરે રે, અથવા ઈછાપરિમાણ, ધન ધન્નાદિક ઉચ્ચરે રે; વળી સામાન્ય પકભેદ ઉત્તર ચાસઠ દાખિયા રે, દશવૈકાલિક નિર્યુક્તિ, ભદ્રબાહુ ગુરુ ભાખિયા રે. મન ૪. પરિમાણથી અધિકું હેય, તે તીથે જીવાવરો રે, રેકાયે ભવનું પાપ, છાપ ખરી જિનની ધરે એ; ધનશેઠ ધરી ધનમાન, ચિત્રાવેલીને પરિહરી રે, શુભવીર પ્રભુને ધ્યાન, સંતોષે શિવસુંદરી રે, મન ૫ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધા વણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યફવા ગામäાત વૈ, મોક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેક કુર, યેન – વતકપપાદપફલાસ્વાદ કષિ સ્વયમ - ૧ આનંદ વગેરે શ્રાવકની જેમ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરે. અથવા ધન-ધાન્ય વગેરેનું પોતાની ઈચ્છા પ્રમાણે પ્રમાણ નકકી કરે પરિગ્રહના સામાન્યથી છ ભેદ (૧ ધાન્ય, ૨ રત્ન, ૩ સ્થાવર, ૪ દ્વિપદ, ૫ ચતુષ્પદ અને ૬ કુ) છે અને ઉત્તરભેદ ચોસઠ (ધાન્યના ૨૪, રત્નના ૨૪, સ્થાવરના ૩, દ્વિપદના ૨, ચતુષ્પદના ૧૦ અને કુને એક) છે. તે દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં શ્રી ભદ્રબાહસ્વામીએ કહ્યા છે. ૪ રાખેલા પ્રમાણથી ધન વધે તે તીર્થસ્થાને જઈ વાપરવું. તેથી સંસારનાં પાપ અટકી જાય, અને એ રીતે જિનની ખરી છાપ ધારણ કરે. ધનશેઠે ધનનું પ્રમાણ કર્યું હતું તેથી તેણે અનાયાસે મળેલ ચિત્રાવેલીને પણ તજી દીધી. આ વ્રતધારી શુભવીર પ્રભુનું ધ્યાન કરી શિવસુંદરીને સંતેષ પમાડે છે. ૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy