________________
-
૧૭૧
બારવ્રતની પૂજા-સાથે સુર લાલી છે સંસાર, સંસારી ધન સંહરે રે, ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે; નરભવ માંહેધનકાજ, ઝાઝા ચડ્યો રણમાં રડ્યો રે, નીચ સેવા મૂકી લાજ, રાજ્યસે રણુમાં પડ્યો રે, મન ૨ સંસારમાં એક સાર, જાણ કંચન, કામિની રે, ન ગણી જપમાળા એક, નાથ નિરંજન નામની રે, ભાગ્યે મળિયા ભગવંત, અવસર પામી વ્રત આદરું રે, ગયો નરકે મમ્મણશેઠ, સાંભળી લેભથી એાસરે. મન ૩ મળ્યો નથી કૃષ્ણાગરુ અને દશાંગધૂપ પ્રભુની પાસે કરીને હું વિનતિ કરું છું કે હે પ્રભુ ! તૃષ્ણારૂપ સ્ત્રીના રસમાં લીન થઈને હું ચારે ગતિમાં ભખે. તિર્યંચગતિમાં ધન ઉપર વૃક્ષના મૂળીયાં રાખી હું રહ્યો. પંચેંદ્રિયમાં સર્પ રૂપે થઈને ધન દેખીને મમતા કરી છે. ૧
આ સંસારમાં જે લોભી દે હોય છે તે સંસારી મનુખ્યાનું ધન દાટેલું હોય ત્યાંથી સંહરે છે. તેમના સંબંધમાં સમરાદિત્યના જીવે ત્રીજા ભવમાં એક મુનિના ચરિત્રને સાંભબેલું છે. આ જીવ ધન માટે મનુષ્યપણામાં વહાણમાં ચઢયે, રણમાં રખડયે, લાજ છોડી નીચજનોની સેવા કરી, રાજ્યના રસથી લડતાં લડતાં જ મરણ પામ્યા. ૨
આ જીવે સંસારમાં સાર તરીકે કંચન અને કામિનીને જ ગણી, તેમાં મુંઝાઈને નિરંજન એવા નાથના નામની એક પણ જપમાળા ન ગણું. હે પ્રભુ! તમે હવે મારા ભાગ્યે મળ્યા છે, તેથી અવસર પામીને હું આ પાંચમા વ્રતને અંગીકાર કરું. અતિભ કરવાથી મમ્મણશેઠ નરકે ગયે, તેની કથા સાંભળી હું લેભથી પાછે હઠું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org