SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પૂજાસંગ્રહ સાથે પરનારી હેતે શ્રાવકને, નવ વાડ નિરધારી; નારાયણ ચેડા મહારાજે, કન્યાદાન નિવારી. મેરે ભક્તરાયને રાજ ભળાવી, રામ રહ્યા વનવાસે; ખરદૂષણ નારી સવિકારી, દેખી ન પડ્યા પાસે. મેરેo ૩ દશ શિર રાવણ રણમાં રે, સીતા સતીમાં મેટી; સર્વે થકી જે બ્રહ્મવ્રત પાળે, ના દાન હેમ કેટી, મેરે વૈતરણાની વેદના માંહે, વ્રત ભાંગે તે પેસે. વિરતિને પ્રણામ કરીને. ઇંદ્ર સભામાં બેસે, મેરેo ૪ મદિરા માંસથી વેદ પુરાણે, પાપ ઘણું પરદારા; વિષકન્યા રંડાપણુ અંધા, વ્રતભંજક અવતાર, મેરે - પરસ્ત્રીથી રક્ષણ કરવા માટે શ્રાવકને નવવાડે કહેલી છે. નારાયણ-કૃષ્ણ અને ચેડા મહારાજાએ કન્યાદાન આપવાને પણ ત્યાગ કર્યો હતે. ભરતરાજાને અયોધ્યાનું રાજ્ય ભળાવી રામચંદ્રજી વનવાસમાં રહ્યા હતા, તે વખતે ખર વિદ્યાધરની સ્ત્રી શૂર્પણખાએ વિકારવશ બની રામ પાસે પ્રાર્થના કરી હતી તે પણ તેના પાશમાં ફસાયા ન હતા. ૩ દશ મસ્તકવાળે કહેવાતે રાવણ પરસ્ત્રીલંપટ થવાથી યુદ્ધમાં મરા. શીયલનું રક્ષણ કરવાથી સીતા સતી માં મોટી કહેવાણ. સર્વથી બ્રહ્મચર્ય પાળનારની તુલનામાં દોડે એનૈયાનું દાન પણ આવી શકે નહીં. ચતુર્થ વ્રતને ભંગ કરનાર નરકની અંદર વૈતરણની વેદના પામે છે. ઈદ્ર મહારાજા પિતાની સભામાં વિરતિવંતને-બ્રહ્મચારીને પ્રણામ કરીને બેસે છે. ૪ મદિરા અને માંસભક્ષણ કરતાં પણ વધારે પાપ પરદારસેવનમાં છે એમ વેદ અને પુરાણમાં કહ્યું છે. આ વ્રતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy