________________
બારવ્રતની પૂજા સાથે
૧૬૭
-
--
----
---
-----
-
ઢાળ (જંદાવનના વાસી રે, વિઠલા તે મુજને વિસારી—એ દેશી) એ વ્રત જળામાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો. પરમાતમ પૂછને વિધિશું, ગુરુ આગળ વ્રત લીજે;
અતિચાર પણ દૂર કરીને, પદારા દૂર કીજે, મેo નિજનારી સંતેવી શ્રાવક, અણુવ્રત ચેાથે પાળે; દેવતિરિ નરનારી નજરે, રૂપ રંગ નવિ ભાળે, એ૦ ૧ વ્રતને પીડા કામની કીડા, દુગધા જે બાળી; નાસા વિણ નારી પણ રાગે, પંચાશકમાં ટાળી. મેરેo વિધવા નારી બાળકુમારી, વેશ્યા પણ પરજાતિ; રંગે રાતી દુર્બળ છાતી, નરમારણ એ કાતી. મેરે ૨
ઢાળને અથ–આ ચતુર્થ વ્રત જગતમાં દીપક સમાન છે, હે પ્યારા બંધુ! આ વાત જગતમાં દીપક સમાન છે. વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરી ગુરુ મહારાજ આગળ આ વ્રત લઈએ પાંચ અતિચાર દૂર કરીને પરસ્ત્રીને ત્યાગ કરીએ. સ્વદારાસતેષી શ્રાવક આ ચોથું અણુવ્રત પાળે. દેવ-તિર્યંચ અને મનુષ્ય સંબંધી સ્ત્રીના રૂપરંગ નજરે પણ ન જુએ. ૧
કામક્રીડા એ ચેથા વ્રતને પીડારૂપ છે. પંચાશક ગ્રંથમાં દુર્ગધા બાલિકાને અને નાસિકા વગરની સ્ત્રીને પણ રાગપૂર્વક જેવાને નિષેધ કરેલ છે. વિધવા સ્ત્રી, બાળકુમારી અને વેશ્યા આ ત્રણેય પરસ્ત્રી સમજવી. એ સ્ત્રીઓ રંગે રાતી અને છાતીએ દુર્બળ હોય છે છતાં તેમના ઉપરની આસક્તિ મનુવ્યને મારવા માટે તેના શીલરૂપ જીવનને નાશ કરવા માટે એ છરી જેવી છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org