________________
બારવ્રતની પૂજા સાથે
૧૨૩
તીયતે ચેથી પુષ્પમાળ પૂજા
સુરતરુ જાઈ ને કેતકી, ગુથી ફૂલની માળ; ત્રિશાલાનંદન પૂરુએ, વરીએ શિવવરમાળ.
હાળ
(હું ને મારે હરજીવન જી—એ દેશી) પ્રભુ કઠે ઠવી ફૂલની માળા, શૂલથકી વ્રત ઉચ્ચારી રે,
ચિત્ત ચાખે ચેરી નવિ કરીએ. સ્વામી અદત્ત કદાપિન લીજે, ભેદ અઢારે પરિહરીએ રે. ચિત્તo નવિ કરીએ તો ભવજળ તરીએ રે. ચિત્ત. ૧
દહાનો અર્થ –કલ્પવૃક્ષ, જાઈ અને કેતકી વગેરેના ફૂલની માળા ગુંથીને ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીર સ્વામીને પૂજીએ અને મેક્ષરૂપ વરમાળા મેળવીએ. ૧
ઢાળને અથ–પ્રભુના કંઠમાં ફૂલની માળા સ્થાપન કરીને સ્થૂલથી ત્રીજું અદત્તાદાનવિરમણ વ્રત ઉચ્ચારીએ અર્થાત્ ચેકબા ચિ ચેરી ન કરવા રૂપ નિયમ લઈએ. અદત્તના ચાર પ્રકાર (જીવઅદત્ત, તીર્થકર અદત્ત, ગુરુ અદત્ત અને સ્વામી અદત્ત) છે, તેમાંથી શ્રાવકે સ્વામી અદત્ત ક્યારે પણ ન લેવું, સ્વામી અદત્તના અઢાર ભેદ કહ્યા છે, તેને પરિહરીએ. અદત્તને ત્યાગ કરીએ તે સંસારસાગરને તરી જઈએ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org