SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ નવાણુપ્રકારી પૂજા સાથે ૧૩૧ ઢાળી ( સહસાવનમાં એક દિન સ્વામી—એ દેશી ) આવ્યા છે આશાભર્યા રે, વાલાજી! અમે આવ્યા રે આશાભર્યા. નમિપુત્રી ચોસઠ મળીને, ઋષભને પાઉં પર્યા; કરજેડી વિનયે પ્રભુ આગે, એમ વયણ ઉશ્ચર્યા રે. વા. ૧ નમિ વિનમિ જે પુત્ર તમારા, રાજભાગ વિસર્યા, દીનદયાળે દીધે પામી, આજ લગે વિચર્યા રે. વા૦ ૨ બાહ્ય રાજ્ય ઉભગી પ્રભુ પાસે, આવે કાજ સર્યા; અમે પણ તાત જી કારજ સાથું,સાંનિધ્ય આપકર્યા રે. વા૦ ૩ હાથીનો અથ–નમિ વિદ્યાધરની ૬૪ પુત્રીઓ શત્રુજયતીથે આવી સુષભદેવ પ્રભુના ચરણમાં પડીને બે હાથ જોડી વિનયપૂર્વક કહે છે કે-હે વ્હાલા પ્રભુ! અમે આશાથી ભરપૂર થઈને આપની પાસે આવેલ છીએ. ૧ હે પ્રભુ! નમિ વિનમિ જે આપના પાલક પુત્ર હતા, જેને રાજભાગ આપવાનું આપ વિસરી ગયા હતા, તે દીનદયાળ એવા આપે દીધેલ (આપના સેવક ધરણે આપેલ) રાજાને પામી આજ સુધી તેમાં વિચર્યા–ફર્યા. ૨ પછી બાહા રાજ્યથી વિરાગ પામી આપની પાસે આવ્યા અને તેનું કાર્ય સર્ષ-મોક્ષપદ પામ્યા. હે પિતાજી! અમે પણ આપના સાંનિધ્યથી અમારા કાર્યને સાધશું. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy