________________
૧૩૨
પૂજાસંગ્રહ સાથે એમ વદંતી પાગે ચડંતી, અનશન ધ્યાન ધર્યા; કેવળ પામી કમને વામી, જાતિસે જ્યોતિ મિત્યારે. વા૦૪ એક અવગાહને સિદ્ધ અનંતા, દુગ ઉપગ વર્યા; ફરસિત દેશ પ્રદેશ અસંખિત, ગુણાકાર કર્યા રે. વા૦ ૫ અકર્મક મહાતીરથ હેમગિરિ, અનંત શક્તિ ભર્યા; પુરુષોત્તમ ને પર્વતરાજ, જાતિસરૂપ વર્યા રે. વાવ વિલાસભદ્ર સુભદ્ર એ નામે, સુણતાં ચિત્ત કર્યા શ્રી શુભવીર પ્રભુ અભિષેકે, પાતિક દૂર હર્યા રે. વા. ૭
આમ બેલતી શત્રુ જયની પાળે ચડતી તે પુત્રીઓએ અનશન કર્યું અને પ્રભુના ધ્યાનમાં લીન થઈ કેવળજ્ઞાન પામી આકર્મને દૂર કરી જ્યોતિમાં તિરૂપી મળી ગઈમેક્ષપદ પામી. ૪
સિદ્ધમાં જ્યાં એક અવગાહનાવાળા સિદ્ધ છે, ત્યાં તેટલી જ અવગાહનાવાળા બીજા અનંત સિદ્ધ છે, જે બે ઉપગ (કેવળજ્ઞાન-કેવળદર્શન) ને વરેલા છે. અને તેના એકેક દેશપ્રદેશને સ્પર્શીને રહેલા એવા અસંખ્યાતગુણ અનંતા સિદ્ધો છે. ૫
હવે આ તીર્થનાં સાતમા નવ નામે કહે છે, ૫૫ અકર્મક, ૫૬ મહાતીર્થ, પ૭ હેમગિરિ, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષેત્તમ, ૬૦ પર્વતરાજા, ૬૧ જાતિસ્વરૂપ, ૬૨ વિલાસભદ્ર અને ૬૩ સુભદ્ર. આ નામ સાંભળવાથી ચિત્ત કરે છે. શ્રી શુભવીર કહે છે કે–પ્રભુને અભિષેક કરવાથી સર્વ પાપ દૂર થાય છે. ૬-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org