________________
નવાણું પ્રકારી પૂજા સાથે
૧૧૯ ઢાળ ત્રીજી
( મનમોહન મેરે—એ દેશી ) ધન ધન તે જગ પ્રાણુઆ, મનમોહન મેરે કરતા ભકિત પવિત્ર, મનમોહન મેરે. પુણ્યરાશિ મહાબળગિરિ, મo દશકિત શતપત્ર, મન, ૧ વિજયાનંદ વખાણીએ, મo ભદ્રંકર મહાપીઠ; મનn સુરગિરિ મહાગિરિ પુણ્યથી, મ0 આજ મેં નજરે દીઠ, મન૨ એંશી યોજન પ્રથમારકે, મo સિત્તેર સાઠ પચાસ. મનેo બાર યોજન સાત હાથનો, મo છઠું પહેબે પ્રકાશ, મનo ૩ પંચમકાળે પામવો, મ૦ દુલહે પ્રભુ દેદાર, મન એકેદ્રિય વિકસેંદ્રિયમાં, મo કાઢયો અનંતકાળ. મન- ૪
ઢાળને અર્થ-હે મારા મનને આનંદ પમાડનાર પ્રભુ! જગતમાં તે પ્રાણીઓ અતિધન્ય છે, કે–જેઓ આ તીર્થની પવિત્ર ભક્તિ કરે છે. હવે આ તીર્થના ત્રીજા નવ નામે કહે છે – ૧૯ પુણ્યરાશિ, ૨૦ મહાબળગિરિ, ૨૧ દઢશક્તિ, ૨૨ શતપત્ર, ૨૩ વિજયાનંદ, ૨૪ ભદ્રકર, ૨૫ મહાપીઠ, ૨૬ સુરગિરિ અને ૨૭ મહાગિરિ. મેં પુણ્યના ભેગે આ તીર્થને નજરે જોયું. ૧-૨
આ ગિરિ પ્રથમ આરામાં ૮૦ જન પ્રમાણ, બીજા આરામાં ૭૦ એજન, ત્રીજા આરામાં ૬૦ એજન, ચેથા આરામાં ૫૦ એજન, પાંચમા આરાના પ્રારંભમાં ૧૨ જન અને છઠ્ઠા આરામાં સાત હાથ પ્રમાણ લાંબા-પહેળે રહેશે.
આ પંચમકાળમાં પ્રભુના દર્શન પામવા દુર્લભ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org