________________
પંડિત શ્રી વીરવિજયજી મ. વિરચિત
શ્રી સિદ્ધાચલમહિમાગર્ભિત શ્રી નવાણુંપ્રકારી પૂજા
પ્રથમ પૂજા
દુહા
શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુપાય; વિમળાચી ગુણ ગાઈશું; સમરી શારદમાય. ૧ પ્રાયે એ ગિરિ શાશ્વત, મહિમાને નહીં પાર; પ્રથમ નિણંદ સમેસર્યા, પૂર્વ નવાણું વાર. ૨ અઢીય દ્વીપમાં એ સમે, તીર્થ નહીં ફળદાય; કલિયુગ કહપતરુ લહી, મુક્તાફળશું વધાય. ૩. દહાને અથ–શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શુભ વિજય નામના મારા ગુરુના ચરણને નમસ્કાર કરી શ્રી શારદા-સરસ્વતી માતાને સંભારી શ્રી વિમલાચલતીર્થના ગુણ ગાશું. ૧
આ ગિરિવર પ્રાયશાશ્વત છે, (પ્રમાણમાં વધઘટ થાય પણ સદાકાળ હોય છે) એના મહિમાને પાર નથી, પ્રથમ જિતેંદ્ર શ્રી રાષભદેવ ભગવંત આ ગિરિ પર નવાણું પૂર્વ વાર સમવસર્યા છે. ૨
અઢીદ્વીપમાં આ તીર્થ સમાન બીજું કઈ તીર્થ ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org