SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી ૩૦ નથી. વળી, આવી તેજસ્વી અહિંસામાં કોઈને ન મારવાનો અર્થ તો સમાઈ જ જાય છે. અહીં જેમ દુકાનદારનું ઉદાહરણ આપેલ છે તેમ તે જ રીતે રાજ્યના પ્રધાનો વગેરે આખુંય સરકારી કર્મચારીમંડળ, વૈદ્ય, વકીલ, ડૉકટર, મોચી, ઘાંચી, દૂધ વેચનારા, ઘીયા-ઘી વેચનારા, કડિયા, મોટાં મોટાં પુલો કે મકાનો બાંધનારા ઇજારદાર, ઠેકેદાર, કાછિયા, માળી, અત્તરિયા-સરૈયા, કણિયા-ફડિયા, સારવારનો ધંધો કરનારાં નર્સો વગેરે, દવા આપવાનો ધંધો કરનારા કંપાઉન્ડરો વગેરે, દવાને વેચનારા, ગાંધી, મોદી, કાપડિયા, વાળંદ વગેરે અનેક ધંધાદારીઓ વિશે પણ સમજવાનું છે તથા મુનીમ, મહેતા, વાણોતર, ગુમાસ્તા, રસોઈયા, ગૃહપતિ (બોર્ડિંગોના), તારમાસ્તર, ટપાલમાસ્તર, સ્ટેશનમાસ્તર, શિક્ષક, પ્રોફેસર, અધ્યાપક, પ્રિન્સિપાલ-આચાર્ય તે તે તમામ સરકારી કે બિનસરકારી કર્મચારીઓ વિશે અને ઑફિસોમાં કામ કરનારા નાના પટાવાળાથી માંડીને મોટામાં મોટા તમામ જાતના કામદારો વિશે, મજૂર સંસ્થાઓ વિશે, તમામ પ્રકારના મજૂરો વિશે અર્થાત્ વિવિધ જાતની પ્રવૃત્તિ કરનારાઓ પુરુષો કે સ્ત્રીઓ વિશે પણ તેજસ્વી અને અતેજસ્વી અહિંસાની દૃષ્ટિએ સમજી લેવાનું છે. તેઓ ધારે તો જરૂર પોતાની ફરજને બરાબર અનુરૂપ તેજસ્વી અહિંસાને આચરી શકે છે અને એમ ન ધારે તો અહિંસા પાળતાં છતાં તેનું જીવનમાં અને વ્યવહારમાં સ્વાસ્થ્યકર પરિણામ આવતું નથી. એ સૌ કોઈને સ્વાનુભવથી પ્રત્યક્ષ છે. ૨. વિટ્ઠા — જોયેલી છે - અનુભવેલી છે અર્થાત્ ભગવાન મહાવીરે પોતે જાતે મનુષ્ય વગેરે નાનાં મોટાં તમામ પ્રાણીઓ સાથેના વ્યવહારમાં સંયમપૂર્વકનું વર્તન કેળવીને આ તેજસ્વી અહિંસાને-નિપુણ અહિંસાને-અનુભવેલી છે-પ્રત્યક્ષવત્ કરેલી છે-એમણે પોતે જાતે સંયમનો પ્રયોગ કરીને અહિંસાનું જ્વલંત તેજ અનુભવી જોયેલ છે એ આશય બતાવવા જ મૂળ ગાથામાં વિદા શબ્દનો પ્રયોગ કરેલ છે. પરંતુ જોયા, જાણ્યા વિના અનુભવ કર્યા વિના એમ ને એમ જ અહિંસાને વખાણી છે એમ નથી. કોઈ સારી પ્રવૃત્તિ કે સારી વસ્તુ હોય તો તેને ઘણા લોકો અનુભવ્યા વિના કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy