________________
પહોર ગવાતા તુકારામના અભંગોની જે રજૂઆત મરહુમ જસ્ટિસ ચંદાવરકરને મુખે મુંબઈ પ્રાર્થનાસમાજ મંદિરની વ્યાસપીઠ પરથી થતી અમે નાનપણમાં સાંભળેલી તે વચ્ચે, એટલો જ ફેર છે જેટલો દિવાસાની રાત ને કોજાગરી વચ્ચે.
એ રજૂઆતનો કીમિયો બૌદ્ધ જૈન સાહિત્યના ક્ષેત્રમાં આપણી વચ્ચે પહેલ પ્રથમ કોસંબી, સુખલાલજી વગેરે મહાનુભાવોએ બતાવ્યો. મરહુમ કોસંબીજનું “બુદ્ધલીલા સારસંગ્રહ' મરાઠીમાં પહેલવહેલું પ્રગટ થયું ત્યારથી બુદ્ધ અને બૌદ્ધ સંસ્કૃતિનો ભકત હું બન્યો. તેવો જ રોમાંચ પ્રજ્ઞાચક્ષુ પૂ પંડિત સુખલાલજીની જૈનદર્શન વિચારણાદિની રજૂઆત પહેલવહેલી જોઈ ત્યારે મેં અનુભવ્યો – જાણે જૈનદર્શન જેવી કોઈક વસ્તુ છે એની પહેલી જ વાર મને ભાળ લાગી હોય !
બુદ્ધ-મહાવીરનાં જીવન અને શિક્ષણનો પરિચય વધતો ગયો તેમ તેમ જેવી વેદ-ઉપનિષત્કાલીન ઋષિઓ કે વ્યાસવાલ્મીકિએ ગાયેલી ને રચેલી સંસ્કૃતિ પ્રત્યે તેવી જ આદરભક્તિ અને મગરૂબી બૌદ્ધ જૈન સંસ્કૃતિશાખાઓ પ્રત્યે મારામાં સિંચાતી ગઈ અને હિંદુજાતિએ માનવ-વિચારણાના વિકાસમાં જે ફાળો આપ્યો છે તે માટેનાં ગૌરવ અને અભિમાનની મારી ભાવના દ્વિગુણિત થઈ. જૈન બૌદ્ધ, શીખ દ્રાવિડ આદિ વિચારણાઓ જંકશન સ્ટેશનોના યાર્ડમાં એકબીજા જોડે ગુણાકાર ભાગાકાર કરનારા રેલપાટાઓની ભુલભુલામણીભરી ફૂલગૂંથણી જેવી પણ એક જ રેલ સિસ્ટમનાં અંગઉપાંગોની જેમ એક જ કેન્દ્રસ્થ હિંદુ સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ સમી છે. બૌદ્ધો-જેનોએ વેદબ્રાહ્મણને તેના વૈભવકાળે કુર્નેસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org