SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિમદનિવારણ સૂત્ર ૨૦૧ जातिमदनिवारण-सुत्तं (३०३) एगमेगे खलु जीवे अईअद्धाए असई उच्चागोए, ડું નીયા x x x x नो हीणे, नो अइरित्ते, इति संखाए के गोयावाई ? के माणाबाई ? कंसि वा एगे गिज्झे? तम्हा पंडिए नो हरिसे नो कुज्झे। भूएहिं जाण पडिलेह सायं समिए एयाणुपस्सी ॥१॥ (માથામાં સૂત્ર, દિ મધ્યયન, શg૦, મૂત્ર-૨-૩) છે ૨૪ જાતિમદનિવારણ-સૂત્ર ૩૦૩. ભૂતકાળમાં આ એકેએક જીવ ખરેખર અનેક વાર ઊંચ ગોત્રમાં જન્મેલો છે, અને ખરેખર અનેક વાર નીચ ગોત્રમાં ય જન્મેલો છે. આ વાસ્તવિક હકીકતને ધ્યાનમાં રાખીએ તો પછી કોઈ પ્રાણી હીણો નથી – હલકો નથી – હલકી જાતનો નથી તેમ જ કોઈ ઊંચો નથી – ઊંચી જાતનો નથી. આવું બરોબર સમજ્યા પછી કોણ ગોત્રવાદી બને ? અર્થાત્ ગોવવાદને કોણ મહત્ત્વ આપે ? તેમ જ કોણ માનવાદી બને ? અર્થાત્ ગોત્રને લીધે અહંકારની વાત કોણ કરે – ઊંચા ગણાવાની વાત કોણ કરે? અથવા કેવળ ગોત્રને લીધે કોઈ એક પ્રાણી બીજા કોનામાં મમતા રાખે ? બીજા કયા પ્રાણીમાં રાગ રાખે? માટે ખરી વાત એમ છે કે પંડિત પુરુષે - સમજુ મનુષ્ય - કેવળ ગોવવાદને લીધે ક્યાંય ફુલાવું નહિ, તેમ જ કોઈ ઉપર ગુસ્સો કરવો નહિ - ધૂંઆપૂંઆ થવું નહિ. જે માનવો આ હકીકતને સ્વાનુભાવથી સમજે છે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy