SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ-સૂત્ર ૧૭૯ કેવળ માથે મુંડો કરાવ્યથી કાંઈ શ્રમણ થવાતું નથી. જે વ્રત વગરનો, ખોટાબોલો અને ઈચ્છા તથા લોભથી ઘેરાયેલો છે તે કેવી રીતે શ્રમણ થઈ શકે? ભિક્ષુ થવાતું નથી - ન તેને મિક્ષg તો રોતિ યાવતી મિત્તે ? | विस्सं धम्मं समादाय भिक्खु होति न तावता ॥ ११ બીજા પાસે કેવળ ભીખ માગ્યથી ભિક્ષ થવાતું નથી તેમ ચાલુ રીતભાત કરતાં બીજા પ્રકારની વિષમ રીતભાતો રાખવાથી પણ ભિક્ષુ થવાતું નથી. મુનિ થવાતું નથી – ન મોનેન મુન દોતિ મૂહુરંપો વિદ્પુ ! ૨૩ કેવળ મૂઢરૂપે જડસા જેવા રહેવાથી અને મૌન ધારણ કરવા માત્રથી મુનિ થવાતું નથી. _न तेन अरियो होति येन पाणानि हिंसति । १५ પ્રાણીઓની હિંસા કરવાથી આર્ય થવાતું નથી. ૯. બ્રાહ્માણ થવાતું નથી - સરખાવો ધમ્મપદ છવ્વીસમો બ્રાહ્મણ વર્ગ: न जटाहि न गोत्तेन न जच्चा होति ब्राह्मणो। ११ કેવળ જટાઓ વધાર્યેથી, કેવળ ગોત્રને લીધે કે કેવળ બ્રાહ્મણને ઘરે જનમવાને લીધે બ્રાહ્મણ થવાતું નથી. किं ते जटाहि दुम्मेध ! किं ते अजिनसाटिया । अभंतरं ते गहनं बाहिरं परिमजसि ।। १२ હે દુબુદ્ધિ! જટાઓ વધાર્યું તારું શું વળવાનું છે? તેમ મૃગછાલા પહેર્યેથી પણ તારું શું વળવાનું છે? તારું અંતર ગહન-મેલું છે અને તું બહાર ધોયા કરે છે અર્થાતુ ઉપલક ઉપલક ચોખ્ખાઈ રાખ્યા કરે છે. न चाहं ब्राह्मणं ब्रूमि योनिजं मत्तिसंभवं । કેવળ બ્રાહ્મણની જાતિમાં જન્મેલાને હું બ્રાહ્મણ કહેતો નથી તેમ કેવળ બ્રાહ્મણમાતાને પેટે અવતરેલાને હું બ્રાહ્મણ કહેતો નથી. ૧૦. શ્રમણ - સરખાવો ધમ્મપદ ઓગણીસમો ધર્મસ્થ વર્ગ : यो च समेति पापानि अणुं थूलानि सव्वसो । समितत्ता हि पापानं समणो ति पवुच्चति ।। १० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy