SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ પૂજ્ય-સૂત્ર चरे मुणी पंचरए तिगुत्तो, चउक्कसायावगए स पुज्जो ॥१०॥ (વા ૧, ૩૦ ૩, ૨, ૪-૬,૦-૨૨,૨૪) ૨૫૪. ગુણના સાગર એવા ગુરુજનોનાં આવાં સુવચનો સાંભળીને, જે બુદ્ધિમાન સાધક મુનિ, પાંચ મહાવ્રતોને બરાબર આચરે; મન, વચન અને શરીરને બરાબર સંયમમાં રાખે તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોથી દૂર રહે તેને પૂજ્ય" કહેવો. ૧. પૂજ્ય-સૂત્ર - ધમ્મપદનો સાતમો અરહતવર્ગ, ચૌદમો બુદ્ધવર્ગ અને ઓગણીસમો ધર્મસ્થવર્ગ આ ત્રણે વર્ગો પૂજ્યસૂત્ર સાથે સરખાવવા જેવા છે. વિશેષ વિસ્તાર ન થાય માટે તે તે વર્ગની એક એક ગાથા આ નીચે આપેલી છે: यस्मिंद्रियानि समथं गतानि अस्सा यथा सारथिना सुदंता । पहीनमानस्स अनासवस्स देवा पि तस्स पिहयंति तादिनो ॥ (અરતવર્ગ ગ્લો ૫) જેમ સારથિએ પલોટેલા ઘોડા શાંત હોય છે તેમ જેની ઈદ્રિયો શાંત બનેલી છે, જે અહંકાર વિનાનો છે, આઝવો-દોષ વિનાનો છે તેવા કરુણાવાળા અરહંતની તો દેવો પણ સ્પૃહા કરે છે. अनूपवादो अनूपघातो पातिमोक्खे च संवरो । मत्त ता च भत्तस्मिं पंतं च सयनासनं । अधिचित्ते च आयोगो एतं बुद्धान सासनं ॥ (બુદ્ધવર્ગ લો-૭) બીજા કોઈ સાથે ઝઘડો ન કરવો, કોઈનો ઘાત ન કરવો, ભિક્ષના આપવાદિક નિયમોમાં સંયમ સાચવવો, ખાવાપીવાનું માપ બરાબર જાણી લેવું, જૂનાં પાનાં આસન અને પથારી મેળવવા અને એકાંતમાં રહેવું તથા ચિત્તશુદ્ધિ માટે પ્રયત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy