SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મહાવીર વાણી જાય છે, પણ એ રીતે પલોટાયેલો આત્મા આ જગતમાં અને બીજે પણ સુખી જ થાય છે. (૨૪) જેમપ્પા તન્તો, સંગ તેવે યા. माऽहं परेहिं दम्मन्तो, बन्धणेहि वहेहि य ॥४॥ (૩૦ ૩૦ ૨, To 5, ૨૬) ૨૧૪. બીજાઓ કોઈ મારા આત્માને બંધનોમાં નાખી નાખીને માર મારીને મારીને પલોટે, એ કરતાં તો હું જાતે પોતે સંયમ અને તપની પ્રવૃત્તિ વડે મારી ઇચ્છા પૂર્વક આત્માને - પોતાને – પલોટું એ જ વધારે ઉત્તમ છે. (૨૫) નો સદરૂં સદસાઈ, સંગાને દુષણ નિuri एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ।।५।। ૨૧૫. જે કોઈ શૂરવીર, રણમેદાનમાં બીજા ન જીતી શકાય એવા લાખ લાખ શત્રુઓને જીતે, તે કરતાં તો તે એકમાત્ર પોતાના આત્માને - પોતાની જાતને – જીતે એ જ તેનો ખરેખરો ઉત્તમ વિજય છે. (२१६) अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? । अप्पणामेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥६॥ ૨૧૬. તું તારા આત્મા સાથે જ - તારી પોતાની જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી તારું શું વળવાનું છે? સાધક પોતે જાતે જ આત્મા ઉપર - પોતાની જાત ઉપર વિજય મેળવીને સુખ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy