SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ १५ મહાવીરના જ મુખના છે એવું સમજવાનું નથી. અહિંસા વિશેના શ્લોક(૧૧)માંનો ‘“તે તે તમામ ધર્મસ્થાનોમાં ભગવાન મહાર્વીરે પ્રથમ સ્થાન આ (અહિંસા) બતાવેલું છે.’’ – એવો ઉલ્લેખ મહાવીર – દાખવી વસ્તુઓ આગમ ગ્રંથોમાં સંગ્રહાયાનું દર્શાવે છે. પાછળના ગણધરો અને સ્થવિરોને મુખે શબ્દબદ્ધ થયેલા સાહિત્યમાંથી વીણેલા આવા સૂક્તિસમુચ્ચયને મહાવીર ભગવાનના ધર્મબોધના નિચોડરૂપે જોઈ શકાય. પૃથ્વી ઉપર માનવનો પગ ઠરવા માંડ્યો એ સાથે સાથે બાહ્ય પ્રકૃતિને સમજવાની એની મથામણ શરૂ થઈ ચૂકી. દસવીસ લાખ વરસથી પૃથ્વી ઉપર એ વિચરે છે, પણ છેલ્લા ત્રણ સૈકાઓમાં અને ખાસ કરીને છેલ્લા ત્રણ દસકાઓમાં એ દિશામાં એની ગતિ ઘણી વધી છે. પોતાની અંત:પ્રકૃતિને સમજવાની મથામણ પણ કાંઈ એણે ઓછી કરી નથી. છેલ્લાં પાંચેક હજાર વરસમાં જુદા જુદા દેશોમાં એ અંગેની કેટલીક મહાન પ્રયોગશાળાઓ ચાલી છે. બાહ્ય પ્રકૃતિને સમજવા દ્વારા તેની ઉપર ‘વિજય’ મેળવવાની વાત પણ માણસ કરવા લાગ્યો છે. પણ એને અંત:પ્રકૃતિ અંગેની સમજ કેળવવાની, એની ઉપર વિજય મેળવવાની, આજે - કદાચ પહેલાં કદી ન હતી તેટલી જરૂર છે. એ વસ્તુઓની ગેરહાજરીમાં બાહ્ય પ્રકૃતિ અંગેની સમજ કે તેની ઉપર મેળવેલા વિજયનો ઝાઝો અર્થ દેખાતો નથી, કેમ કે એના અસ્તિત્વને જ સંશયમાં લાવી મૂકનારાં એ નીવડ્યાં છે. વિજ્ઞાને આપેલી રિદ્ધિઓ, સિદ્ધિઓ, શક્તિઓ જે માનવને ખાઈ જવાની ન હોય, અને જો એના વિકાસમાં ઉપકારક નીવડવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy