SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મહાવીર વાણી તપ સદાચાર અને ક્ષમા એ મારો કિલ્લો છે, પરાક્રમ એ મારું ધનુષ છે, વિવેક એ મારી પણછ છે, વૈર્ય બાણ છે; આ બધી સામગ્રી વડે હું સત્ય અલોભ વગેરે સુભટોને સાથે રાખીને મારા કામ ક્રોધ મોહ લોભ વગેરે શત્રુઓને હણી નાખવા સંગ્રામ માંડવાની તૈયારી જ કરી રહ્યો છું. છેવટ જેમ જનક રાજા કહે છે કે મિથિલ્લાય ઈનાયા ન મે જીતે વિન (મિથિલા નગરી બળતી હોય તો તેમાં મારું કશું જ બળતું નથી, તેમ આ નમિ રાજર્ષિ પણ કહે છે કે બિદિતા ડલ્મનીન દુરૂ કિંવ (મિથિલા નગરી બળતી હોય તો તેમાં મારું કશું જ બળતું નથી). તાત્પર્ય એ કે આ સંવાદમાં વૈદિકસંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિની ચર્ચા છે. પ્રસંગ આવતાં નમિરાજર્ષિ પેલા પુરોહિતને તૃષ્ણાની – આશાની – વાસનાની – અનંતતા અને દુષ્પરતા સમજાવવા ૧૫૦મો અને ૧૫૧મો શ્લોક બોલે છે. ૧૫૦મા શ્લોક સાથે સરખાવો બૌદ્ધ મહાયાન પરંપરાનો ગ્રંથ દિવ્યાવદાન પૃ. ૨૨૪માંનો આ શ્લોક : पर्वतोऽपि सुवर्णस्य समो हिमवता भवेत् । नालम् एकस्य तद् वित्तम् इति विद्वान् समाचरेत् ॥ ૬. સરખાવો વિષ્ણુપુરાણ ૪-૧૦-૧૦ : यत् पृथिव्यां व्रीहियवं हिरण्यं पशव: स्त्रियः । एकस्यापि न पर्याप्तं तद् इति अतितृष्णां त्यजेत् ॥ આ પૃથિવીમાં જેટલા ચોખા અને જવ પાકે છે તે બધા તથા પૃથ્વીમાંથી મળતું બધું સોનું તથા પૃથ્વી ઉપર રહેલાં બધાં પશુઓ તથા બધી સ્ત્રીઓ - એટલું બધું ય એક જણને માટે પણ પૂરતું થતું નથી એમ સમજીને અતિતૃષ્ણાનો ત્યાગ કરવો ઘટે. ૭. સરખાવો ગીતા અ, ૧૫ શ્લોક ૫: निर्मानमोहा जितसंगदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः । द्वन्द्वैर्विमुक्ता: सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy