SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી એવી પાંચે ઈન્દ્રિયો મળવી ખરેખર દુર્લભ છે. ઘણા મનુષ્યો આર્ય હોવા છતાં કોઈ કોઈ ઈન્દ્રિયોથી હીન હોય છે - બહેરા હોય છે, મૂંગા હોય છે, આંધળા હોય છે, લંગડા હોય છે. આવા આર્ય મનુષ્યો પણ બરાબર ધર્માચરણ સમજી શકતા નથી તેમ કરી પણ શકતા નથી. તું આર્ય છે અને સંપૂર્ણ પંચેંદ્રિયસંપન્ન છે, માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (१२०) अहीणपंचेन्दियत्तं पि से लहे, उत्तमधम्मसुई हु दुल्लहा। कुतित्थिनिसेवए जणे, समयं गोयम ! मा पमायए ॥८॥ ૧૨૦. પાંચે ઈન્દ્રિયો સંપૂર્ણ પટુ એવી મળી ગઈ તો પણ ઉત્તમ ધર્મનું શ્રવણ ખરેખર દુર્લભ છે. જેમની પાંચે ઈન્દ્રિયો સંપૂર્ણ અને પટુ છે એવા ઘણા ય આર્ય મનુષ્યો પાખંડી ધર્મગુરુઓને સેવતા દેખાય છે. માટે હે ગૌતમ ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (१२१) लघृण वि उत्तमं सुई, सद्दहणा पुणरावि दुल्लहा । मिच्छत्तनिसेवए जणे समयं गोयम ! मा पमायए ।।९।। ૧૨૧. ઉત્તમ ધર્મનું શ્રવણ પણ સાંપડ્યું; છતાં ય તેમાં વિશ્વાસ બેસવો, શ્રદ્ધા જામવી વળી ભારે દુર્લભ છે. ઘણા આર્ય મનુષ્યો ઉત્તમ ધર્મને સાંભળ્યા પછી પણ અસદાચારને વળગી રહેલા દેખાય છે. તો હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (૨૨) થH પિદુ સહસ્તેય, કુદયા સT | - इह कामगुणेहि मुच्छिया, समयं गोयम ! मा पमायए ॥१०॥ ૧૨૨. ઉત્તમ ધર્મમાં વિશ્વાસે ય જામી ગયો હોય તેમ છતાં ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy