SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી ૮૭. અભિમાનને લીધે, ક્રોધને લીધે, મદ કે પ્રમાદને લીધે જે શિષ્ય યા વિદ્યાર્થી ગુરુનો વિનય ન કરે - ગુરુની પાસે વિનયથી ન વર્તે, તો જેમ વાંસડાનું ફળ વાંસડાના વિનાશનું કારણ બને છે, તેમ તેનું એ અવિનયી વર્તન જ તેના પોતાના વિનાશનું કારણ બને છે. (८८) विवत्ती अविणीयस्स संपत्ती विणीयस्स य । जस्सेयं दुहओ नायं, सिक्खं से अभिगच्छइ ।।१७।। (૪૦ ૧ ૨ T. ર૨) ૮૮. અવિનયી વિપત્તિ પામે છે અને વિનયી સંપત્તિ પામે છે. આ બે વાતને જેણે બરાબર જાણી લીધી છે તે, શિક્ષાને - વિદ્યાને - મેળવી શકે છે. ૧. વિનય ન કરે - સરખાવો ધમ્મપદ બારમો આત્મવર્ગ સ્લો ૮: यो सासनं अरहतं अरियानं धम्मजीविनं । पडिक्कोसति दुम्मेधो दिहिं निस्साय पापिकं ॥ फलानि कहकस्सेव अत्तघाय फल्लति ॥ જે દુર્બુદ્ધિ મનુષ્ય પાપમય દષ્ટિ રાખીને ધર્મજીવી આર્ય એવા અરહંતના શાસન ઉપર આક્રોશ કરે અર્થાત એ શાસનનું ભૂંડું બોલે તે, વાંસના ફળની પેઠે પોતાના આત્મઘાતને પામે છે – પોતે જાતે પોતાના વિનાશને નોતરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy