________________
સહસ્રવ
નિર્વાણને અનુભવી રહેલ છે, જન્મમરણનાં અનુસધાનો છેદાઈ ગયાં છે, જ-મજમાંતરમાં જવાપણું રહ્યું નથી અને જેણે તમામ આશાતૃષ્ણાઓને હાંકી કાઢેલ છે એવો જ નર ઉત્તમ પુરુષ છે–અરહંત છે. ૮
જે સ્થળે એટલે ગામમાં કે વનમાં, નીચાણવાળી જ યાએ કે સમતળવાળી જગ્યાએ અરહંત વિહાર કરે છે, તે સ્થળ ૨મણીય છે. ૯
વીતરાગ પુરુષો એશઆરામને શોધતા નથી, માટે જયાં સાધારણ માણસને રહેવું ગમતું નથી ત્યાં રમણીય વનોમાં તેએા એકાંત સ્થાનમાં રહે છે ૧૦
સાતમે અરહંતવર્ગ સમાપ્ત.
૮: રાહસ્ત્રવર્ગ અર્થ વગરનાં હજારો વચનો બોલવા કરતાં જેને સાંભળીને શાંતિ થાય એવું એક વચન બોલવું શ્રેયસ્કર છે. ૧ -
અર્થ વગરની હજાર ગાથાઓ બોલવા કરતાં જેને સાંભળીને શાંતિ થાય એવું એક ગાથાપદ બાલવું શ્રેયસ્કર છે. ૨
અર્થ વગરની સેંકડે ગાથાએ બેલવા કરતાં જેને સાંભળીને શાંતિ થાય એવું એક ધર્મ વચન બોલવું શ્રેયસ્કર છે.૩
સંગ્રામમાં હજારગણું હજાર એટલે દસ લાખ માણસને જીતે તેના કરતાં જે એક પિતાના આત્માને જીતે તે જ ખરે
* મૂળમાં આ માટે “સંતમઝુ” (અકુનg ) શબ્દ છે “અકત' એટલે નિર્વાણ અને “ઝુ' એટલે જાણનારો-અનુભવી. અથવા ભાષામાં જે અર્થમાં “એકતા” શબ્દ છે તે અર્થમાં પણ અહીં એ આ પ્રમાણે ઘટાવી શકાય : અકૃતજ્ઞ એટલે હવે જેના ઉપર કેઈએ કળા ઉપકાર કરવાની જરૂર નથી રહી માટે જેને હવે કોઈને ઉપકાર માનવાની-વાળવાની કે જાણવાની પણ જરૂર નથી રહી અર્થાત્ જે કૃતકૃત્ય છે, તે અહીં અમૃતg કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org