________________
પંડિતવર્ગ
ઠપકો આપે, શાસન કરે, અસભ્ય પ્રવૃત્તિથી અટકાવેઆવો મનુષ્ય સત્પને પ્રિય લાગે છે અને અસત્યુને– ખલ પુરુષોને અપ્રિય લાગે છે. ૨
પાપી મિત્રોની સોબત ન કરવી, અધમ પુરુષોને સમાગમ ન રાખવા; કલ્યાણકાર મિત્રોની સોબત કરવી અને ઉત્તમ પુરુષોનો સમાગમ રાખવો. ૩
ધર્મમાં પ્રીતિવાળો મનુષ્ય પ્રસન્ન ચિત્તથી સુખે સૂઈ શકે છે–રહી શકે છે. પંડિત પુષ, આર્યોએ જણવેલા માર્ગમાં હમેશાં રમણ કરે છે. ૪
પાણી વાળનારા પાણી વાળે છે, બાણને ઘડનારા ખાણને નમાવે છે–સીધું કરે છે, સુતારા લાકડાને નમાવે છે. એ જ પ્રમાણે, પંડિત–પુરુષો પોતાના આત્માનું દમન +
નક્કર પર્વત જેમ પવનથી કંપતો નથી, તેમ પંડિત પુરુષ નિંદા અને પ્રશંસાથી કંપતો નથી–અર્થાત્ નિંદાથી ગભરાતા નથી અને પ્રશંસાથી ફુલાતો નથી. ૬
+ આ ગાથામાં પ્રધાનપણે આત્માના દમનની હકીકત છે. તેના ઉદાહરણ માટે બીજી પણ ત્રણ હકીકતો આપેલી છે -(૧) પાણી વાળનારા પાણીને ગમે ત્યાં જવા દેતા નથી પરંતુ જેમ તેની જરૂર હોય તેમ તેને વાળ્યા કરે છે અર્થાત જેમ પાણી વાળનાર પાણું ઉપર અંકુશ રાખે છે, (૨) બાણને ઘડનારે વાંકા વળી ગયેલા બાણુને નમાવીને સીધું કરે છે–અર્થાત જેમ બાણને ઘડનારે બાણ ઉપર અ કુશ રાખે છે તથા (૩) સુતાર લાકડાને નમાવે છે અર્થાત્ સુતાર લેકે - અણઘડ લાકડાને છોલી છોલીને ઘડે છે અને જેમ નમાવવું-વાળવું હોય તેમ નમાવે છે, તેમ પંડિત પુરુષો આત્મા ઉપર અંકુશ રાખી તેને દમે છે. (સરખા, દંડવર્ગ ગા. ૧૭):
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org