________________
પુષ્પવર્ગ
શું કર્યું છે અને શું નથી કર્યું એ વિશે પણ માથાકૂટ ન કરવી; પરંતુ પોતે જ કયાં કયાં કાર્યો કરેલાં છે અને કયાં કયાં કાર્યો નથી કર્યા એ વિશે બરાબર એકસાઈભરી નજર રાખવી. ૭
કોઈ સુંદર પુષ્પ વર્ણવાળું છતાં ગંધ વિનાનું હોય તો તે જેમ નકામું નીવડે છે, તેમ જેની વાણી અત્યંત મીઠી હોય છતાં તે પ્રમાણે પ્રવૃત્તિ ન થતી હોય તે એ વાણી અફળ નીવડે છે. ૮
કોઈ સુંદર પુષ્પ વર્ણ સાથે સરસ ગંધવાળું હોય તો જેમ તે સફળ બની જાય છે, તેમ જેની વાણી અત્યંત મીઠી હોય અને એ જ પ્રમાણે પ્રવૃત્તિ પણ થતી હોય તે તે વાણું સફળ નીવડે છે. ૯ - જેમ માળી ફૂલના ઢગલામાંથી અનેક માળા બનાવે છે, તેમ આ જગતમાં જન્મેલા માનવે અનેક કુશળ કાર્યોપવિત્ર કાર્યો કરવા જોઈએ. ૧૦
ઊલટી દિશાની હવા તરફ ફૂલની, ચંદનની, તગરની કે મલિલકાની સુવાસ ફેલાતી નથી, પરંતુ સંત પુરુષોની સુગંધ તો ઊલટી દિશા તરફ પણ ફેલાય છે. એ સુગધ બધી જ દિશાઓને સુવાસિત કરે છે. ૧૧
ચંદન, તગર, પિયાણું અને જાઈનાં ફૂલ, એ બધી સુગંધી વસ્તુઓની સુગંધ કરતાં ય શીલ-સદાચારની સુગંધ ઉત્તમોત્તમ છે. ૧૨
આ તગર અને ચંદનની સુગંધ તે ઘણું જ થેડી છે. જે માનો શીલસદાચારવંત છે, તેમની સુગધ છેક દેવો સુધી પહોંચે છે–અર્થાત્ શીલસદાચારવંતની ઉત્તમ સુગધ સ્વર્ગને પણ સુવાસિત કરે છે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org