________________
છે. એ બધું વાંચ્યા પછી જે તાર્કિક બુદ્ધગુરુને “અનાત્મવાદી” કહીને વગોવે છે, તેમના વિશે અનાસ્થા થઈ આવે છે. આ વર્ગમાં એમ પણ કહેલું છે, કે શુદ્ધિ કે અશુદ્ધિ વ્યક્તિગત હોય છે, બીજો કોઈ બીજા કોઈને શુદ્ધ કરી શકતો નથી; અર્થાત્ વ્યક્તિમાત્ર પોતે પિતાની શુદ્ધિ-અશુદ્ધિમાં સ્વતંત્ર છે. આ ઉપરથી પણ બુદ્ધ ગુને અનાત્મવાદી કહીને શી રીતે વગેવાય? દીઘનિકાયના પાયાસિસુરંતમાં પણ આ વિશે વિગતવાર ચર્ચા સંવાદરૂપે કરેલી છે, એ વાંચ્યા પછી પણ બુદ્ધભગવાનને “અનામવાદી’ માનવાને મન તયાર થતું નથી. ચિત્ત અને આત્મા એ બન્ને જુદાં જુદાં છે, માટે જ ધમ્મપદમાં એક ચિત્તવર્ગ છે અને તેથી જુદો આ આત્મવર્ગ છે. એથી કોઈ ચિત્ત અને આત્માને એક સમજવાની ભૂલ ન કરે; આમાના સ્વરૂપ વિશે બુદ્ધ ભગવાનને ભલે કોઈ જુદો અનુભવ હોય, પણ ઉપરનાં તેમનાં વચનો જોતાં નિર્વાણવાદી તે મહાપુરુષને “અનાત્મવાદી” કહેવાની હિમ્મત થતી નથી જ. ગુજરાતના પ્રખર તત્વચિંતક ગત વિદ્યાવારિધિ શ્રી આનંદશંકરભાઈએ પોતાના “આપણે ધર્મ'માં
ગૌતમબુદ્ધ નિરીશ્વરવાદી કે સેવરવાદી” આ મથાળા નીચે જે કાંઈ લખ્યું છે, તે વિશેષ ધ્યાનપૂર્વક વાંચવા લાયક છે; અને તેમણે એ જ પુસ્તકમાં “ધમ્મપદ”ના મથાળા નીચે જે ગંભીર અને મનનીય હકીકત લખેલી છે, તે પણ ધ્યાનપૂર્વક વાંચવા જેવી છે. - મહાભારતકારે ઢેલ વગાડીને કહેલું છે, કે –
ઢોયાત્રાઃ ધર્મસ્ય નિયમ: શત: ” અર્થાત લેયાત્રાની વ્યવસ્થા માટે જ ધર્મને નિયમ કરે છે. યાત્રા એટલે નજરે દેખાતા સંસારની સુવ્યવસ્થા. એ સુવ્યવસ્થા ટકે, લોકોમાં તિ જળવાય અને તમામ પ્રજા સંતેજી રહી એક બીજાને સુખકર નીવડે, એ માટે જ ધર્મને નિયમ કરેલ છે; છતાં મૂઢમનવાળા આપણે એ ધર્મને કેવળ પરલોક માટે–જે લેક દેખાતું નથી તેવા પરાક્ષ લોક માટે–આદરપાત્ર માનેલ છે; અને આ લોક માટે ધર્મનું જાણે કશુ જ પ્રયોજન નથી એમ વતી રહ્યા છીએ. આપણું એ અજ્ઞાન ભાંગે અને ધર્મને આપણે આપણું પ્રત્યક્ષ આચરણમાં જ ઉપયોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org