SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મલવ જે મનુષ્ય નફટ છે, કાગડાની જેવો રે છે, બીજાનાં યશકીતિને નાશ કરનારે છે, ઘૂસણિયો છે, ધીટ છે અને વિશેષ પ્રકારે કલેશ કરનાર છે, તેને આ પ્રપંચમચ સંસારમાં જીવવું સહેલું પડે છે. ૧૦ જે મનુષ્ય નમ્ર છે, પવિત્રતાની સદા ખેવના કરનાર છે, સાવધાન છે, નરમ છે અથવા નમ્રતાવાળો છે, પોતાની આજીવિકાને શુદ્ધ રીતે ચલાવે છે અને ઈવિચારીને ચાલનારે છે, તેને આ પ્રપંચ મય સંસારમાં જીવવું કઠિન થઈ પડે છે. ૧૧ જે મનુષ્ય જીવોને મારે છે, બેટું બોલે છે, ચેરી કરે છે અને પરદારાગમન કરે છે, ને જે મનુષ્ય દારૂ અને સરકો પીવામાં રચ્યાપચ્યા રહે છે, તે આ લોકમાં જ પોતાના આત્માનાં મૂળ ખેદે છે. ૧૨,૧૩ હે પુરુષ! એ બધી પાપમય પ્રવૃત્તિઓ ઉપર સંયમ નહિ રાખવામાં આવે, તો ઉપર કહ્યું તે પ્રમાણે જ કડવાં ફળ નીપજશે. માટે તારી જાતને દુઃખી કરવા સારુ લોભ અને અધર્મ તને વધારે લાંબા સમય સુધી પિતાની ભઠ્ઠીમાં ન પકવે તે વિશે ધ્યાન રાખ. ૧૪ એક માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે અને મનની પ્રસન્નતા પ્રમાણે છૂટથી દાન આપે છે, ત્યારે બીજો માણસ બીજાઓને ખાવાપીવાની વસ્તુઓનું છૂટથી કરવામાં આવતું દાન જોઈને કચવાય છે–તેથી તે રાત અને દિવસ શાંતિને પામી શકતો નથી. ૧૫ જે મનુષ્યનું એવું કેચવાવાનું છેદાઈ ગયેલ છે, મૂળ સહિત ઊખડી ગયેલ છે, તે જરૂર રાત અને દિવસ શાંતિને પામી શકે છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy