________________
પ્રિયવ
૭૫
કામની રતિ-રુચિ-ને લીધે શાક થાય છે; કામની રતિને લીધે ભય થાય છે. જેનામાં કામની રતિ નથી, તેમને શાક થતા નથી; તા ભય કયાંથી થાય ? હું
કામને લીધે શાક થાય છે; કામને લીધે ભય થાય છે. જેનામાં કામ એટલે કામનાએ નથી, તેને શાક થતા નથી; તેા ભય કયાંથી થાય ? ૭
તૃષ્ણાને લીધે શાક થાય છે; તૃષ્ણાને લીધે ભય થાય છે. જેનામાં તૃષ્ણા નથી, તેને શેક થતેા નથી; તેા ભય કયાંથી થાય ? ૮ જે મુમુક્ષુ શીલવાળેા છે, જ્ઞાનવાન છે, ધમમાં સ્થિર છે, સત્યવાદી છે અને પેાતાની શુદ્ધિને લગતી પ્રવૃત્તિ કરે છે, તે લેાકેાને વહાલા લાગે છે. ૯
જેને નિર્વાણુના છંદ લાગેલા છે, જેનું મન નિર્વાણુના અનુભવ કરી શકેલ છે તથા કામનાએમાં ખંધાયેલ નથી, તેને ‘ઊર્ધ્વ સ્રોત ’× કહેવાય. ૧૦
લાંખા પ્રવાસેથી, ઘણે દૂરથી કુશળક્ષેમ સાથે પેાતાને સ્થાને આવી પહેાંચેલા મનુષ્યને મિત્રો, સગાંવહાલાં, ભાઈખંધા અભિનંદન આપે છે, સ્વાગત કરે છે. ૧૧
તેમ જ જે મનુષ્ય પુણ્ય કરીને આ લેાકમાંથી પરલેકમાં જાય છે, તે મનુષ્યનું પણ તેણે કરેલાં પુણ્યા તેનાં સગાંવહાલાંની પેઠે અભિનંદ્ઘન કરે છે—સ્વાગત કરે છે. ૧૨
સેાળમે પ્રિયવગ સમાસ,
× જેના પ્રવાહ ઊર્ધ્વ–ઉપર તરફ વહે છે, તે ઊસ્રોત. (ઊર્ધ્વ' એટલે ઉપર + સ્રોત એટલે પ્રવાહ.) આ માટે બૌદ્ધ પરિભાષામાં ‘અનાગામી’–અને+આગામી−( અન એટલે નહિ, આગામી એટલે આવનાર) શબ્દ છે; એટલે જે હવે ફરીથી દુનિયામાં પાા નથી આવનારા તેને ઊસ્ત્રોત' કહેવામાં આવે છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org