________________
લેવગ
આ લેકને પ્રકાશવાળ કરે છે. ૬
બીજાં કુશળ કર્મો એટલે પુણ્ય કર્મો કરવાને લીધે જેનાં પાપ કમ ઢંકાઈ ગયાં છે, તે મનુષ્ય વાદળાંમાંથી છુટા પડેલા ચંદ્રમાની પેઠે પોતાના તેજથી આ લોકને પ્રકાશવાળો કરે છે. ૭
આ આખોય લેક આધાશીત થયેલો છે. સવિશેષપગે દેખનારા તેમાં ઘણા થેડા છે. જાળમાંથી છટા થઈ ગયેલા પખીની પેઠે તેમાંના ઘણા થોડા જ નિર્વાણને પામે છે. ૮
હસે આકાશમાં ઊડે છે. પરમહંસ યોગીએ પોતે મેળવેલી રિદ્ધિ વડે–સિદ્ધિ વડે–ગગનમાં ઊડે છે. જે મનુષ્પો ધીર છે, તેઓ મારીને તેની સેના સાથે હરાવીને આ સંસારમાંથી નિર્વાણને પામે છે. ૯
જેણે પિોતે સ્વીકારેલા એક સત્યધર્મને તજી દીધેલ છે એવા બેટાબોલા તથા પરલોકની દરકાર નહિ રાખનારા એવા મનુષ્યને એક પણ પાપ કાર્યરૂપ નથી. અર્થાત્ એવો મનુષ્ય બધાંય પાપકર્મમાં રચ્યોપચ્યો રહે છે. ૧૦
કંજૂસ લોકો સ્વર્ગમાં જતા નથી. અજ્ઞાન લોકો જ દાનનાં વખાણ કરતા નથી. પરંતુ દાનની પ્રશંસા કરનારે ધીર પુરુષ પિતાની શુદ્ધ પ્રવૃત્તિઓને લીધે આ લોક અને પરલોકમાં સુખી થાય છે૧૧ - પૃથ્વી ઉપર આપણું એક છત્ર રાજ્ય પ્રવર્તતું હોય અથવા સ્વર્ગમાં જવાનું બની શકતું હોય અથવા બધાય લોકના સ્વામી થવાનું મળી શકતું હોય, તો તે બધાં કરતાંય સેનાપત્તિ + નું (ધર્મપ્રાપ્તિનું ફળ વિશેષ ઉત્તમ છે. ૧૨
તેમો લેકવર્ગ સમાપ્ત. + જુઓ અપ્રમાદવ ગાથા ૨ ઉપરનું ટિપ્પણ-સેતાવન્ન’ શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org