________________
લોક્યમાં
ન કરવી. ૧
પિતાની શુદ્ધિને સારુ ઊભા થવું એટલે ઉત્સાહ સાથે પુરુષાર્થ કરવો. પ્રમાદ ન રાખો. ધર્મને સારી રીતે આચર. જે મનુષ્ય ધર્મ પ્રમાણે ચાલે છે, તે આ લોક અને પરલોકમાં સુખે સૂઈ શકે છે એટલે આરામ પામી શકે છે. ૨
ધર્મને સારી રીતે આચરવો, ખરાબ રીતે ન આચરવો. ધર્મ પ્રમાણે ચાલનાર મનુષ્ય આ લોક અને પરલોકમાં સુખે સૂઈ શકે છે. ૩
જે મનુષ્ય આ સંસારના પ્રપંચને પાણીના પરપોટા જેવો અને ઝાંઝવાનાં જળ જેવો જુએ છે, તેને યમરાજ જોઈ શકતો નથી. ૪ | હે માન ! તમે આવો; તથા જેમાં રહેલા અજ્ઞાની પ્રાણુઓ ખેદ પામે છે એવા અને જ્ઞાનવાળા સમજદાર સમ્યગ્દષ્ટિ (સમ્માદિદ્ધિ) માને અને બૌદ્ધ સિવાયના તમામને મિથ્યાદષ્ટિ (મિચ્છાદિદ્ધિ) માને, તેમ સાંપ્રદાયિક જૈનો પોતાને સમ્યદષ્ટિ માને અને જૈન સિવાયના તમામને મિથાદષ્ટિ સમજે, એ જ રીતે સાંપ્રદાયિક વૈદિક પિતાને સમ્યગ્દષ્ટિ માને અને પોતાના સિવાયના તમામને મિથ્યાદષ્ટિ કહે. વિશેષત: આ શબ્દ બૌદ્ધ અને જૈન પરંપરામાં પારિભાષિક રીતે રઢ છે. વૈદિક પરંપરામાં એને બદલે “નાસ્તિક' શબ્દનો પ્રચાર છે. પ્રસ્તુત ધમ્મ પદમાં ‘મિયાદષ્ટિ'ના ઉપર કહ્યા એવા ત્રણે અર્થો ઘટી શકે એમ છે. એટલે વાંચનારે તેને જ્યાં જે અર્થ ઉચિત લાગે તે સમજ. આ ગ્રંથ આમ તે વ્યાપક ભાવને અનુલક્ષીને બધી બાબતો કહે છે છતાં તેમાં બૌદ્ધ ધર્મ સિવાય બીજા ધર્મ પ્રત્યે કેવળ ઉદાતા જ છે એ વું તો નથી. મલવર્ગ ગાથા ૨૦, ૨૧ તથા પ્રકીર્ણકવર્ગ ગાથા ૭ થી ૧૨; આ બધી ગાથાઓનો અનુવાદ વાંચવાથી આ ગ્રંથની સાંપ્રદાયિકતાનો છેડો ખ્યાલ આવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org