________________
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮
૭૫ વિભક્ત છે. પ્રથમ ભૂમિકામાં મુમુક્ષુ સર્વ ઉદ્યમથી અધ્યાત્મને પ્રગટ કરે, જિવાડે અને વૃદ્ધિ કરે, તેવી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. તેનાથી સંપન્ન થયેલા યોગીઓ તે અધ્યાત્માદિ ભાવોને આત્મામાં અતિભાવિત કરવા માટે ભાવનામાં ઉદ્યમ કરે છે, અને ભાવનાથી સંપન્ન થયેલા યોગીઓ ધ્યાનમાં યત્ન કરે છે, ત્યારે તે યોગીઓનું ચિત્ત સર્વ વિકલ્પોથી પર શુદ્ધઆત્મતત્ત્વને અવલંબીને પ્રવર્તે છે. આ ધ્યાનથી સમતાની વૃદ્ધિ થાય છે, અને વૃદ્ધિ પામેલી સમતા ધ્યાનમાં સુદઢ વ્યાપાર કરાવે છે, અને તે સમતાના પ્રકર્ષથી યોગી વીતરાગ સર્વજ્ઞ બને છે ત્યારે વૃત્તિસંક્ષય નામનો પાંચમો યોગ પ્રગટે છે, અને અંતે યોગનિરોધ કાળમાં સર્વ વૃત્તિઓનો સંક્ષય કરે છે. તેથી તેરમાં ગુણસ્થાનકથી પ્રગટ થનારો વૃત્તિસંક્ષય નામનો યોગ મોક્ષને અતિઆસન્ન છે, અને અધ્યાત્માદિ પ્રારંભિક ભૂમિકામાં હોવા છતાં મોક્ષને અભિમુખ છે.
હવે જો મોક્ષને અભિમુખ એવા અધ્યાત્માદિ યોગો મોક્ષના કારણ નથી; કેમ કે શુભઉપયોગરૂપ છે, અને ધ્યાન મોક્ષનું કારણ છે; કેમ કે શુદ્ધઉપયોગરૂપ છે, એમ કહેવામાં આવે તો વૃત્તિસંક્ષય મોક્ષનું કારણ છે, શુદ્ધઉપયોગરૂપ ધ્યાન મોક્ષનું કારણ નથી તેમ કહેવું જોઈએ; કેમ કે વૃત્તિસંક્ષય સંસારના કારણભૂત સર્વ વૃત્તિઓના અભાવભૂત છે, અને ધ્યાન સંસારના કારણભૂત સર્વ વૃત્તિઓના અભાવરૂપ નથી માટે મોક્ષના કારણ અધ્યાત્માદિ સર્વ ભાવો છે, એમ સ્વીકારવું ઉચિત છે. ૨છા અવતરણિકા -
एतच्च व्यवहारे ध्यानाभावमभिप्रेत्योक्तं वस्तुतस्तदा ध्यानमप्यनपायमेवेत्याह - અવતરણિકાર્ય :
અને આ=ોક-૨૭માં કહ્યું કે ધ્યાન દ્વારા અધ્યાત્માદિ યોગોનો ઉપક્ષય છે, તો વૃત્તિક્ષયથી ધ્યાનનો પણ ઉપક્ષય છે એ, વ્યવહારમાં=દીક્ષાગ્રહણ કર્યા પછી સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિરૂપ આચરણામાં, ધ્યાનના અભાવને આશ્રયીને કહેવાયું નિર્વિકલ્પદશાકાળમાં ધ્યાન છે, તેની પૂર્વે અધ્યાત્માદિ યોગો છે, તે પ્રકારની વયવિશેષદૃષ્ટિથી ધ્યાનના અભાવને સ્વીકારીને કહેવાયું. વસ્તુતઃ ત્યારે સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિરૂપ વ્યવહારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org