________________
૭૦
દીક્ષાદ્વાચિંશિકા/બ્લોક-૨૬ સર્વસંવરનું ઉપકારકપણું શુદ્ધઉપયોગમાં છે, શુભઉપયોગમાં નથી; માટે મોક્ષનું પ્રધાન કારણ શુદ્ધઉપયોગ છે, એ પ્રકારના દિગંબરના મતનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
અહીં દિગંબરો કહે કે શુદ્ધઉપયોગ એ આત્મામાં જવાના ઉદ્યમસ્વરૂપ છે અને શુભઉપયોગ એ ભગવાન પ્રત્યે રાગાંશ પ્રવર્તાવવા સ્વરૂપ છે. તેથી સર્વસંવરનું ઉપકારકપણું શુદ્ધઉપયોગમાં છે, શુભઉપયોગમાં નથી, માટે મોક્ષનું પ્રધાન કારણ શુદ્ધઉપયોગ છે, શુભઉપયોગ નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ આપે છે – સર્વસંવરનું ઉપકારકપણું શુદ્ધઉપયોગમાં અને શુભઉપયોગમાં સમાન છે.
આશય એ છે કે શુદ્ધ આત્માના સ્વરૂપમાં જેઓ મગ્ન રહી શકે છે, તેઓ શુદ્ધ આત્માના ધ્યાનના બળથી સર્વસંવર તરફ જઈ રહ્યા છે. તેમ જેઓ સંસારના ઉચ્છેદના અર્થી છે અને મોક્ષ પ્રાપ્તિ પ્રત્યે બદ્ધલક્ષ્યવાળા છે, તેવા મુનિઓ વીતરાગ પ્રત્યે રાગવાળા છે; અને વીતરાગના વચનાનુસાર ઉદ્યમ કરીને સમભાવનો પ્રકર્ષ કરવો એ વીતરાગ થવાનો ઉપાય છે, એવો સ્થિર નિર્ણય તેમને છે. તેથી વીતરાગના વચનનું સ્મરણ કરીને સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ કરી રહ્યા છે, તેઓ પણ સર્વસંવરને અભિમુખ જઈ રહ્યા છે. તેથી જેમ શુદ્ધઉપયોગમાં સર્વસંવરને અભિમુખભાવ છે, તેમ શુભઉપયોગમાં પણ સર્વસંવરને અભિમુખ ભાવ છે. માટે સર્વસંવરનું ઉપકારકપણું શુદ્ધઉપયોગ અને શુભઉપયોગમાં સમાન છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે મોક્ષની પ્રાપ્તિ સર્વસંવરથી થાય છે અને સર્વસંવરને સન્નિહિત ઉપકારક શુદ્ધઉપયોગ છે; કેમ કે શુદ્ધ આત્માના ધ્યાનમાં તન્મય થયેલા યોગીઓ શક્તિના પ્રકર્ષથી સર્વસંવરને પ્રાપ્ત કરે છે. માટે મોક્ષ પ્રત્યે પ્રધાન હેતુ શુદ્ધઉપયોગ છે, અને શુભઉપયોગ તો રાગાદિના સંશ્લેષવાળો હોવાથી સર્વસંવરને અભિમુખ નથી માટે સર્વસંવરની સન્નિહિત ઉપકારકતા શુદ્ધઉપયોગમાં છે. તેથી મોક્ષના અર્થીએ શુદ્ધઉપયોગમાં ઉદ્યમ કરવો ઉચિત છે. આ પ્રકારની દિગંબરની માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સર્વસંવરના સન્નિહિત ઉપકારકપણાનો વિશ્રામ શુદ્ધઉપયોગમાં નથી, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org