________________
પ૬
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ અન્વયાર્થ :
નવિનાનુ'તા=અનાદિકાળથી અનુગત, મહિતી સવાસના=મોટી સંગની વાસના, તત્ત્વજ્ઞાનાનુમતથા તત્ત્વજ્ઞાન અનુગત, વક્ષવ નિરીતે દીક્ષા વડે જ નિરાસ કરાય છે. ll૨૨ા શ્લોકાર્ચ -
અનાદિકાળથી અનુગત મોટી સંગની વાસના, તત્ત્વજ્ઞાન અનુગત દીક્ષા વડે જ નિરાસ કરાય છે. IIરશા
શ્લોક-૨૧-૨૨નો ભાવાર્થ :સસંગપ્રતિપત્તિ અને અસંગપ્રતિપત્તિનું સ્વરૂપ :
આત્માના શુદ્ધ ભાવોથી અતિરિક્ત કોઈપણ બાહ્ય પદાર્થ પ્રત્યે મમતાનો પરિણામ થાય એવી આત્મામાં રહેલી મમતાની વાસના પ્રવર્તતી હોય, તે સસંગપ્રતિપત્તિ છે=કોઈક બાહ્ય પદાર્થ સાથે સંગ કરવાનો પરિણામ વર્તે છે, તે સસંગપ્રતિપત્તિ છે. મુક્તિની ઇચ્છાને અનુસરનારી એવી જીવની પરિણતિ તે અસંગપ્રતિપત્તિ છે.
આશય એ છે કે મોક્ષમાં ગયેલા આત્મા દ્રવ્યથી કોઈ પ્રકારના સંગવાળા નથી, અને કેવળજ્ઞાનમાં જગતનાં તમામ દ્રવ્યો અને તમામ પર્યાયો પ્રત્યક્ષથી દેખાય છે, તો પણ કોઈ પદાર્થ સાથે સંગ કરવાની પરિણતિ તેમને નથી, પરંતુ તે સર્વ ભાવોમાં સંપૂર્ણ સંગ વગરની જ્ઞાનની પરિણતિ વર્તે છે. મોક્ષનું આવું સ્વરૂપ જાણીને જે સાધુને તે મોક્ષ મેળવવાની ઇચ્છા થઈ છે, અને તે ઇચ્છાને અનુસરનાર સર્વ ઉદ્યમથી જે કંઈ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ અસંગભાવને અનુકૂળ એવા સંસ્કારનું આધાન કરે છે. મુક્તિની ઇચ્છાને અનુસરનારી જીવની આ અસંગપ્રતિપત્તિ છે. તત્ત્વજ્ઞાનથી અનુગત એવી દીક્ષાથી સંગની વાસનાનો નાશ :
વળી જીવમાં અનાદિકાળથી સંગની વાસના મહાન પડેલી છે અર્થાત્ જીવે અનાદિકાળથી સંગનું સેવન કર્યું છે, અને સંગ કરીને બાહ્ય પદાર્થોમાંથી આનંદનો અનુભવ કર્યો છે. તે સંગની વાસના અતિ ઘનિષ્ઠ સંસ્કારરૂપે આત્મામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org