________________
૪૨
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૧૨-૧૩-૧૪ ત્રણ ગુપ્તિના લેશ પણ સામ્રાજ્ય વગરની દીક્ષા અનર્થકારી :
વળી દીક્ષા ગ્રહણ કર્યા પછી જે સાધુ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યમાં લેશ પણ યત્ન કરી શકતા નથી, એટલું જ નહિ પણ તેને અભિમુખભાવને પણ પ્રાપ્ત કરી શકતા નથી, તેઓને સંયમમાં પણ ઐહિક અર્થનો અનુરાગ વર્તે છે અર્થાત્ પોતે લોકમાં ધર્મી તરીકે સારી રીતે જીવી શકે તેવી આકાંક્ષા વર્તે છે, શારીરિકાદિ અનુકૂળતા વર્તે તેવી આકાંક્ષાઓ વર્તે છે અને ઇન્દ્રિયોની ઉત્સુકતા શાંત થતી નથી. તેવા જીવોને સંયમની સર્વ ક્રિયાઓથી પણ પાપરૂપી વિષનો વ્યય થતો નથી અર્થાત્ અનાદિકાળથી અગુપ્તિને કારણે પાપના જે સંસ્કારો આત્મામાં પડ્યા છે કે જે પાપના સંસ્કારો આત્માને માટે વિષની જેમ વિનાશકારી છે, તે સંસ્કારોનો દીક્ષામાં લેશ પણ અપગમ થતો નથી. તે દીક્ષા વસંતરાજાની ચેષ્ટા જેવી અનર્થકારી છે; કેમ કે જેમ વિડંબના માટે વસંતરાજાની ચેષ્ટા છે, તેમ જીવની વિડંબના કરવા માટે તેને આ દીક્ષાની પ્રાપ્તિ થઈ છે. શિરમુંડન દ્વારા ઇંદ્રિયોનું અને કષાયોનું મુંડન -
દીક્ષા વખતે શિરમુંડન કરવામાં આવે છે. વસ્તુતઃ શિરમુંડન દ્વારા જીવના ઇન્દ્રિયોના અસંવરભાવનું મુંડન કરવામાં આવે છે, અને મોહધારાની વૃદ્ધિના કારણભૂત કષાયોના અસંવરભાવરૂપ મુંડન કરવામાં આવે છે; કેમ કે શિરમુંડનનો આશય એ છે કે સંયમને ઉપકારક ન હોય અને શોભાનું કારણ હોય એવા કેશ પણ સાધુને માટે ત્યાજ્ય છે. તેથી સંયમને ઉપકારક ન હોય એવી ઇન્દ્રિયો અને સંયમને ઉપષ્ટભક ન હોય એવા કષાયો પણ ત્યાજ્ય છે. જોકે આ દ્રવ્યઇન્દ્રિયો જેમ વિષયોને ગ્રહણ કરીને મોહધારાની વૃદ્ધિનું કારણ છે, તેમ સમ્યક રીતે પ્રવર્તાવેલ દ્રવ્યઇન્દ્રિયો સંયમની વૃદ્ધિનું પણ કારણ છે. વળી આ કષાયો સંસારના વિષયોમાં પ્રવર્તાવવાથી સંસારની વૃદ્ધિનું કારણ છે, તેમ આ કષાયોને આત્મકલ્યાણમાં પ્રવર્તાવવાથી સ્વના જ=કષાયોના પોતાના જ વિનાશનું પણ કારણ છે. તેથી જેમ શિરમુંડન કરીને સંયમને ઉપષ્ટભક દેહ સાધુ ધારણ કરે છે અને સંયમને ઉપષ્ટભક દેહનું પાલન કરે છે, તેમ અસંવરભાવવાળી ઇન્દ્રિયોનું અને મોહધારાની વૃદ્ધિને અનુકૂળ કષાયોનું મુંડન કરીને સંયમને ઉપષ્ટભક એવી ઇન્દ્રિયો અને સંયમને ઉપષ્ટભક એવા પ્રશસ્ત કષાયોને મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org