SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૮ cr अत्यन्त પ્રીતિમવિતાતમ્” ।। “અત્યંત વલ્લભ પત્ની છે, તેની જેમ=પત્નીની જેમ માતા હિતા છે–અત્યંત હિતને કરનારી છે. એથી આ બન્નેના વિષયમાં=પત્ની અને માતાના વિષયમાં, તુલ્ય પણ કૃત્યભોજન, વસ્ત્રદાનાદિ સમાન પણ કૃત્ય, પ્રીતિ અને ભક્તિગત દૃષ્ટાંત છે.” વચનાનુષ્ઠાનનું લક્ષણ કહે છે " वचनात्मिका નિયોનેન” ।। “વળી સર્વત્ર ઔચિત્યના યોગથી=સર્વ જીવો પ્રત્યે ઔચિત્યના વ્યાપારથી, વચનસ્વરૂપ જે પ્રવૃત્તિ, એ વચનાનુષ્ઠાન ચારિત્રીને નિયોગથી છે.” અસંગઅનુષ્ઠાનનું લક્ષણ કહે છે – ..... “यत्त्वभ्यास આવેધાત્” ।। “વળી અભ્યાસના અતિશયથી=વચનાનુષ્ઠાનના સેવનરૂપ અભ્યાસના અતિશયથી, સાત્મીભૂતની જેમ=ચંદનગંધન્યાયથી સ્વપ્રકૃતિની જેમ સજ્જનો વડે=જિનકલ્પી આદિ વડે જે–સમભાવની વૃદ્ધિને અનુકૂળ અનુષ્ઠાન સેવાય છે, તે અસંગઅનુષ્ઠાન છે=જીવની સંગ વગરની પરિણતિરૂપ આચરણા છે. વળી આ=અસંગભાવની પરિણતિરૂપ અનુષ્ઠાન, તેના આવેગથીવચનાનુષ્ઠાનના દૃઢ સંસ્કારથી થાય છે.” વચનાનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન વચ્ચેનો ભેદ બતાવે છે ૨૭ -- "चक्रभ्रमणं જ્ઞેય” ।। “દંડથી ચક્રભ્રમણ, અને તેના અભાવમાં જ વળી બીજું થાય છે=બીજું ચક્રભ્રમણ થાય છે, તે બે પ્રકારનું ચક્રભ્રમણ વચનાનુષ્ઠાનનું અને અસંગઅનુષ્ઠાનનું, જ્ઞાપક=દૃષ્ટાંત જાણવું." Jain Education International ભાવાર્થ : શ્લોકના પૂર્વાર્ધનું ટીકામાં સ્પષ્ટીકરણ કર્યું અને પ્રીતિ, ભક્તિ આદિ ચાર અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું. તેમાં સાક્ષીરૂપે ષોડશકની ગાથાઓ બતાવી. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે ષોડશક-૧૦/૨નો અર્થ આ પ્રમાણે છે : મોક્ષસાધક પ્રીતિ આદિ અનુષ્ઠાન ચાર વિશેષણોથી પ્રીતિ આદિ ચાર પ્રકારનું પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ સાધક આત્મા વીતરાગભાવને અનુકૂળ મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરતો હોય અને તે પ્રવૃત્તિમાં પ્રીતિ વર્તતી હોય તો તે મોક્ષસાધક અનુષ્ઠાન પ્રીતિઅનુષ્ઠાન છે, અને તે અનુષ્ઠાનમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy