________________
૧૮
દીક્ષાદ્વાાિંશિકા/બ્લોક-૧ अनुष्ठानं च वचनानुष्ठानादध्ययनाद्यभिरतिलक्षणादनन्तरं तन्मयीभावेन स्पर्शाप्तौ सत्यामसङ्गकं स्यात् ।।६।। ટીકાર્ય :
રૂદ. ચાત્ ા અહીં દીક્ષામાં, પ્રથમ વચનક્ષાત્તિ, અત્તર ધર્મક્ષત્તિ થાય છે, અને અધ્યયન આદિની અભિરતિરૂપ વચનઅનુષ્ઠાનથી, અત્તર તન્મયભાવ થવાથી=અનુષ્ઠાનથી નિષ્પાદ એવા શુદ્ધ આત્મતત્ત્વ સાથે તન્મયભાવ થવાથી, સ્પર્શપ્રાપ્તિ થયે છd=નિર્વિકારી એવા આત્માના પારમાર્થિક સ્વરૂપનો સ્પર્શરૂપ અનુભવ પ્રાપ્ત થયે છતે, અનુષ્ઠાન અસંગ થાય. II૬iા.
- ૩અધ્યયન માં ‘દ્રિ' પદથી અધ્યાપનાદિ સંયમની ગુણવૃદ્ધિને અનુકૂળ અન્ય સર્વ ક્રિયાનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
શ્લોક-૪માં બતાવ્યું, તે પ્રકારની વિધિથી કોઈક સાધક આત્મા દીક્ષા ગ્રહણ કરે ત્યારે પ્રથમ વચનક્ષમા પ્રગટ થાય છે, અને ઉપલક્ષણથી વચનમાર્દવ, વચનઆર્જવ અને વચનનિરીહતા પ્રગટ થાય છે. વચનક્ષમા :
ભગવાનના વચનના સ્મરણપૂર્વક સર્વ ઉચિત ક્રિયાને કારણે આત્મામાં ક્રોધાદિભાવો ફુરણ થતા નથી. તેથી આત્મામાં નિરાકુળભાવ વર્તે છે, અને તે નિરાકુળભાવ ભગવાનના વચનના સ્મરણથી વર્તે છે, માટે તે ક્ષમાદિભાવને વચનક્ષમાદિ કહેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધક આત્માઓને સંસારથી અત્યંત ભય હોય, સંસારથી પર અવસ્થા પ્રત્યે અત્યંત રાગ હોય, સંસારથી રહિત થવાનો ઉપાય ભગવાનનું વચન છે તેનું જ્ઞાન હોય, અને સંસારથી પર અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય ભગવાનનું વચન છે એવી સ્થિર શ્રદ્ધા હોય; તે સાધક આત્માઓ તે શ્રદ્ધાથી નિયંત્રિત ભગવાનના વચનને અવલંબીને ગુપ્તિમાં યત્ન કરે તે સાધક આત્માઓને દીક્ષા ગ્રહણ કરતાંની સાથે વચનક્ષમાદિ પ્રગટે છે. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org