________________
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૧ ક્રિયાથી મોહના ઉન્મેલનને અનુકૂળ મૃતપરિકર્મિત મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે. તે ઉપયોગથી આત્મામાં મોહથી વિરુદ્ધ ભાવોને અભિમુખ એવા ઉત્તમ સંસ્કારો પડે છે અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તે પુણ્યાનુબંધી પુણ્ય વિપાકમાં આવતાં આત્માને જન્માંતરમાં યોગમાર્ગની પ્રાપ્તિ કરાવે છે અને દીક્ષાકાળમાં વર્તતા યોગમાર્ગના સેવનથી થયેલા સંસ્કારો પ્રત્યે પક્ષપાત ઊભો કરે છે, તેથી વર્તમાનમાં લેવાયેલી દીક્ષા ઉત્તમ પુણ્ય અને ઉત્તમ સંસ્કારોને જાગૃત કરીને ઉત્તરોત્તર યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે, માટે દીક્ષા શ્રેયને આપનારી છે.
વળી, આત્મામાં અનાદિકાળથી મોહને કારણે મતિજ્ઞાનના અશુભ સંસ્કારો અને અશુભ કર્મરૂપ અશિવ પડેલ છે, તે અશિવનું ક્ષપણ દીક્ષાથી થાય છે, કેમ કે જે ભાવોથી જે સંસ્કારો પડ્યા હોય તે સંસ્કારોથી વિરુદ્ધ ભાવો દ્વારા વિરુદ્ધ સંસ્કારો પડે છે, અને જે ભાવોથી જે કર્મો બંધાયા હોય તેનાથી વિરુદ્ધ ભાવો દ્વારા તે કર્મો નાશ પામે છે, આ પ્રકારનો નિયમ છે. તેથી અનાદિકાળથી મોહને પરવશ જે ભાવો કર્યા, અને તેનાથી મોહાકુળ એવા જે મતિજ્ઞાનના સંસ્કારો પડ્યા, તેનાથી વિરુદ્ધ સંસ્કારો દીક્ષાસેવનકાળમાં શ્રુતપરિકર્મિત મતિજ્ઞાનથી પડે છે; અને અશુભ મતિજ્ઞાનના સંસ્કારો સાથે શુભ મતિજ્ઞાનના સંસ્કારો વધ્ય-ઘાતકભાવથી રહે છે, માટે જેમ જેમ શ્રુતપરિકમિત મતિજ્ઞાનના સંસ્કારો અધિક અધિક થાય છે, તેમ તેમ તેનાથી વિરુદ્ધ એવા મોહાકુળ મતિજ્ઞાનના સંસ્કારો ક્ષીણ ક્ષીણતર થાય છે, અને પૂર્વમાં જે ભાવોથી અશુભ કર્મો બંધાયેલાં, તે ભાવોથી વિરુદ્ધ એવા ઉત્તમ ભાવોથી તે અશુભ કર્મોનો પણ નાશ થાય છે. તેથી દીક્ષાની પ્રવૃત્તિ અશુભ કર્મોના નાશથી આત્માને હળુકર્મી બનાવે છે, અને અશુભ સંસ્કારોના નાશથી આત્માને અશુભ ભાવથી રહિત કરે છે. માટે દીક્ષા અશિવના ક્ષપણને કરનારી છે. “દીક્ષા’ શબ્દના શ્રવણથી દીક્ષાનાં પ્રતિબંધક કર્મોનો નાશ :
દીક્ષા' એ પ્રકારના બે અક્ષરવાળા શબ્દના પ્રથમ “દી” શબ્દથી શ્રેયના દાનનો અર્થબોધ થાય છે, અને “ક્ષ' શબ્દથી અશિવના ક્ષપણનો અર્થબોધ થાય છે; અને આવી દીક્ષાનાં સ્વરૂપ પ્રત્યે જેને પ્રતિ ઉત્પન્ન થાય છે, તેમને દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org