________________
દીક્ષાદ્વાચિંશિકા/સંકલના અને ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે શક્ય ઉદ્યમ કરે છે, તેઓની આભ્યાસિકી દીક્ષા પ્રીતિઅનુષ્ઠાનરૂપ છે. (૨) ભક્તિઅનુષ્ઠાન :
જેઓને દીક્ષાના પારમાર્થિક સ્વરૂપનો બોધ છે, તેથી દીક્ષા એ વર્તમાનમાં ચિત્તના અસંક્લેશરૂપ છે, તેવો પણ બોધ છે, અને આ સદીક્ષા કલ્યાણની પરંપરાને કરનાર છે અને દુર્ગતિઓનો ઉચ્છેદ કરનાર છે, તેવો પણ બોધ છે, તેથી દીક્ષાના ગુણ પ્રત્યે બહુમાન વર્તે છે, આમ છતાં ભગવાનના વચનને પરતંત્ર થઈને દીક્ષાનું પાલન કરી શકતા નથી, તેઓની આભ્યાસિકી દીક્ષા ભક્તિઅનુષ્ઠાનરૂપ છે.
આ પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાનમાં ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા હોય છે, પરંતુ વચનક્ષમા અને ધર્મક્ષમા નથી. તેથી પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન દીક્ષારૂપ નથી, પરંતુ દીક્ષાના પરિણામને પ્રગટ કરવાને અનુકૂળ આભ્યાસિકી દીક્ષારૂપ છે. (૩) વચનઅનુષ્ઠાન :જેઓને ભાવથી દીક્ષા પરિણમન પામેલી છે તેવા સાધુઓ દીક્ષાના પ્રારંભકાળથી ભગવાનના વચનને પરતંત્ર થઈને મન, વચન અને કાયાની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે; કેમ કે ભગવાનનું વચન ક્ષણભર પણ પ્રમાદ વગર શુદ્ધ આત્મભાવને પ્રગટ કરવા માટે સર્વ ઉચિત અનુષ્ઠાન સેવન કરવાનું કહે છે અને જેઓ ભગવાનના વચનના નિયંત્રણથી સર્વ ઉચિત અનુષ્ઠાન સેવે છે, તેઓમાં વચનઅનુષ્ઠાન વર્તે છે, તેથી તેઓને ભગવાનના વચનના બળથી ક્ષમાદિ ચારેય ભાવો ઉત્તરોત્તર પ્રકર્ષવાળા થાય છે. (૪) અસંગઅનુષ્ઠાન :
વચનઅનુષ્ઠાન સુઅભ્યસ્ત બને છે, ત્યારે તે મહાત્મા અસંગઅનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે. વચનઅનુષ્ઠાનમાં વચનક્ષમાદિ ભાવો છે અને અસંગઅનુષ્ઠાનમાં ધર્મક્ષમાદિ ભાવો છે.
વળી વચનઅનુષ્ઠાનકાળમાં સાધુને ક્યારેક સૂક્ષ્મ અતિચારો લાગે છે અને તે પણ વિરલ હોય છે અર્થાત્ સતત લાગતા નથી; અને પ્રીતિઅનુષ્ઠાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org