________________
૯૮
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૩૨ જેનાથી ભગવાનના વચનના પરમાર્થનો બોધ થાય છે, અને પોતાની ભગવાનના વચન પ્રત્યેની શ્રદ્ધા સ્થિર-સ્થિરતર થાય છે, જેથી ભગવાનના વચનાનુસાર સંયમ પાળીને આત્મહિત સાધવાનો પરિણામ પણ ઉત્કટ થાય છે. આમ છતાં પોતે ભગવાનના વચનાનુસાર ક્રિયાઓ કરી શકે તેવો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ નહિ હોવાથી ચારિત્રાચારની ક્રિયામાં અવિરત સમ્યગ્દષ્ટિ જીવો યત્ન કરતા નથી; ફક્ત અનંતાનુબંધી કષાયના વિગમનના કારણે પ્રગટ થયેલ ચારિત્રના લેશથી પ્રેરાઈને સુસાધુની ભક્તિ અને વીતરાગની ભક્તિ કરીને અધિક-અધિક ચારિત્રની શક્તિનો સંચય કરે છે. તેથી એ ફલિત થાય કે દીક્ષામાં જ્ઞાન-ક્રિયાનું તુલ્યબળપણું છે, અને અવિરતસમ્યગ્દષ્ટિમાં જ્ઞાન-ક્રિયાનું તુલ્યબળપણું નથી. આથી જ્ઞાન-ક્રિયાના તુલ્ય બળવાળી દીક્ષા પરમાનંદનું કારણ છે. II3II
રૂતિ તીક્ષાવિંશિવ શારદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org