________________
દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૩૦
૧૭
અહીં પ્રશ્ન થાય કે ધ્યાનની પ્રવૃત્તિમાં સંયમની ક્રિયાઓ વ્યાઘાતક નથી, તો શું વ્યાઘાતક છે ? તેથી કહે છે
ચિત્તના વિક્ષેપો જ ધ્યાનના પ્રતિબંધક છે=વ્યાઘાતક છે.
આનાથી એ ફલિત થાય કે જેઓ અપ્રમાદભાવથી સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, તેઓ સંયમની ક્રિયાના કાળમાં ભગવાનના વચનનું સ્મરણ કરે છે, અને ભગવાનનું વચન સર્વ ઉદ્યમથી વીતરાગ થવા માટે સર્વ ઉચિત ક્રિયાઓ બતાવે છે; અને તે સર્વ ઉચિત ક્રિયાઓ જે રીતે ભગવાને બતાવેલ છે, તે પ્રમાણે ક૨વા ધૃતિપૂર્વક જે સાધુઓ યત્ન કરે છે, તે સાધુઓના મન-વચનકાયાના યોગો સંસારભાવથી નિરોધ પામીને શુદ્ધ આત્મભાવ તરફ જવાને અનુકૂળ યત્નવાળા છે. તેથી તેઓની તે સંયમની ક્રિયા શુદ્ધ આત્મભાવના ધ્યાનની પ્રાપ્તિને અનુકૂળ છે, અને જે સાધુઓના ચિત્તમાં સંયમની ક્રિયાના કાળમાં પણ વિક્ષેપો વર્તે છે અર્થાત્ ભગવાનના વચનાનુસાર વિધિમાં સુદૃઢ વ્યાપાર થતો નથી, અને તેથી ચિત્ત શુદ્ધ આત્મભાવને અભિમુખ જતું નથી, પરંતુ બાહ્ય પદાર્થોનાં નિમિત્તોથી ચિત્ત વિક્ષેપવાળું છે. તે ચિત્તના વિક્ષેપો જ શુદ્ધ આત્મભાવમાં જવા માટે પ્રતિબંધક છે.
આ રીતે વ્યવહારનયને અભિમત સંયમની શુદ્ધ ક્રિયા વ્યુત્થાનદશારૂપ નથી, એમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. હવે તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે
ધ્યાનાંતરના આરંભમાં એક ધ્યાનનું અંતર ઃ
જે સાધકો નિર્વિકલ્પ દશારૂપ ધ્યાનમાં સદા સંસ્થિત રહી શકતા નથી, તેવા સાધકો પણ નિર્વિકલ્પ દશામાં જવાને અનુકૂળ ધ્યાનની શક્તિનો સંચય કરવા અર્થે કોઈક વખતે ધ્યાનમાં યત્ન કરે, ત્યારપછી ફરી ધ્યાનાન્ત૨નો આરંભ કરે, તે વખતે એક ધ્યાનનું અંત૨ ૨હે છે; તોપણ પ્રથમ ધ્યાન કર્યા પછી બીજા ધ્યાનના આરંભને અનુકૂળ એવો શક્તિસંચય કરવા માટે અનુપ્રેક્ષા કરે છે. તે અનુપ્રેક્ષા પણ નવા ધ્યાનના આરંભમાં સહાયક છે, તેથી જો વ્યવહારનયને અભિમત શાસ્ત્રાનુસારી ક્રિયાને વ્યુત્થાનદશા સ્વીકારવામાં આવે, તો જેઓ એક ધ્યાન કર્યા પછી ફરી ધ્યાનાન્તરમાં જવા માટે યત્ન કરતા હોય, તેઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org