________________
‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ‘ભિક્ષદ્વાચિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
-
-
-
-
-
શ્રુતસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા -
ન્યાયાચાર્ય ન્યાયવિશારદ પૂ. મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ શ્રતગ્રંથોના નવ સર્જનની સાથે શ્રુતસાહિત્યની સુરક્ષા કરી જિનશાસનને ગૌરવાન્વિત કર્યું છે.
ગુજરાતમાં ધર્મ, સંસ્કૃતિ, ભાષા અને સાહિત્યના ગૌરવનો શંખ ફૂંકનારા અજોડ વૈયાકરણી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના “સિદ્ધહેમ' વ્યાકરણમાં જે આચાર્ય મલ્લવાદસૂરિજીને તાર્કિકોમાં આગેવાન તરીકે બિરદાવ્યા, તેમની દર્શનશાસ્ત્રની અનુપમ અને વિશદ કૃતિ “નયચક્ર'ને નવજીવન આપી પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ શ્રુતસાહિત્યની સુરક્ષામાં અજોડ ફાળો આપ્યો છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજના સર્જન-સલિલના ખળખળતા પ્રવાહથી જૈનજગતનું સાહિત્યક્ષેત્ર લચી ઊઠ્યું. એમણે પ્રાકૃતમાં, સંસ્કૃતમાં, હિન્દી, ગુજરાતી, રાજસ્થાની અને મિશ્રભાષામાં પણ લખ્યું.
પૂ. ઉપાધ્યાયજી મહારાજની કલમ સાહિત્યની દરેક કેડી ઉપર ફરી વળી. ન્યાય, વ્યાકરણ, અલંકાર, કાવ્ય, આગમ અને પ્રકરણ : આ બધાં જ્ઞાનક્ષેત્રોમાં પોતાના સર્જનનાં પાણી વાળીને એમણે ઠેરઠેર હરિયાળીનાં હાસ્ય સર્યા !
આ બધા સર્જનોનો સરવાળો તો વિદ્વાનોની પ્રસન્નતામાં આવ્યો ! પણ પ્રાકૃત લોક માટે શું ? એમના હિત માટે શું પૂ. ઉપાધ્યાયજી મહારાજનો પ્રયાસ નહોતો ? પૂ. ઉપાધ્યાયજી મહારાજે વિચાર્યું હશે કે કલમ ચાલ, હવે સિદ્ધાંતના ભાવોને લોકભાષામાં ગૂંથી દઉં ! અને એમણે ગુજરાતીમાં કલમ પ્રવાસ કર્યો.
કથાસાહિત્યને પૂ. ઉપાધ્યાયજી મહારાજે જંબુસ્વામી રાસ અને શ્રીપાળ રાસનો ઉત્તરાદ્ધ આપ્યો. સમુદ્રવહાણ જેવી ગંભીર કૃતિની એમણે રચના કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org