________________
ભિક્ષુદ્રાસિંશિકા/પ્રસ્તાવના અનેક ટબાઓ અને અનેક ચોપાઈઓ લખી ગુજરાતી સાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે.
ભક્તિક્ષેત્ર પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજની અણમોલ ભેટથી ભવ્ય બની ઊડ્યું. ચોવીશીઓ, સ્તવનો, પદો, સ્તુતિઓ અને ચૈત્યવંદનોમાં “વાચક જસ' અમર બની ગયા છે.
ગૂર્જર સાહિત્યમાં સર્વોત્કૃષ્ટ ગ્રંથ તરીકેનું બહુમાન પામવા યોગ્ય કૃતિ તે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ! આ કૃતિમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજનું અગાધ પાંડિત્ય અને દ્રવ્ય, ગુણ, પર્યાયનું એમનું સચોટ જ્ઞાન ઝળકી ઊઠ્યું.
આજ સુધી કોઈપણ ગુજરાતી ગ્રંથને સમજવા માટે એની ઉપર સંસ્કૃત વિવેચન રચાયું હોય એવો ગ્રંથ કદાચ એક આ જ મળશે, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ! દિગંબર કવિ ભોજરાજજીએ આની ઉપર સંસ્કૃત વિવરણ લખ્યું અને ‘દ્રવ્યાનુયોગતર્કણા' નામ આપ્યું ! તે આ રાસની શ્રેષ્ઠતા અને સર્વોપરિતા ગણી શકાય. આ રીતે સંસ્કૃત-પ્રાકૃત સર્જનમાં જ નહિ, ગુજરાતી સર્જનમાં પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાનું આગમિક તેમજ પ્રાકરણિક અગાધ જ્ઞાન ઠાલવ્યું છે.
ધર્મસંગ્રહ'ના કર્તા પૂ. ઉપાધ્યાયશ્રી માનવિજયજી ગણિવરે જેમને “સ્મારિત શ્રુતકેવલી'ના બિરુદથી બિરદાવ્યા છે, પૂ. જ્ઞાનવિમલસૂરિજીએ જેમને “વાચકરાજ' કહીને વખાણ્યા છે અને “સુજસવેલીના કર્તા કવિવર શ્રી કાંતિવિજયજી મહારાજને જેમનામાં “કૂર્ચાલી શારદા'નું અને લઘુહરિભદ્ર'નું ભવ્ય દર્શન થતાં જ જેમ વેદોના સારરૂપ ઉપનિષદો છે, તેમ આગમોના સારરૂપ કહીને જેમનાં સર્જનોને બિરદાવ્યાં છે, તેવા પૂ. ઉપાધ્યાયજી મહારાજ રચિત પ્રસ્તુત દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથ છે. હાત્રિશદ્વાસિંશિકા ભિક્ષુદ્રાવિંશિકા -
સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાની એક અદ્ભુત અમરકૃતિરૂપ આ ‘દ્વાત્રિશદ્દ્ધાત્રિશિકા' ગ્રંથ ૫૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત અર્થગંભીર અને મનનીય ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org