________________
૩૫
ભિક્ષદ્વાત્રિશિકા/શ્લોક-૧૭ પ્રવૃત્તિ કરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે.
કેમ ભાવભિક્ષુ છે, તેમાં યુક્તિ ગ્રંથકારશ્રી બતાવે છે –
પૂર્વમાં વર્ણન કર્યું એવા યોગીઓ સર્વ પ્રવૃત્તિ આગમના ઉપયોગથી કરે છે, અને આગમના ઉપયોગથી થતી તેમની પ્રવૃત્તિ ઉગ્ર તપસ્વરૂપ છે, અને તે ઉગ્ર તપસ્વરૂપ ક્રિયા ભેદનક્રિયારૂપ છે, અને તે ઉગ્ર તપસ્વરૂપ ભેદનક્રિયાથી ભેદ્ય અશુભકર્મ છે. આનાથી એ ફલિત થાય છે કે આવા પ્રકારના ભિક્ષુ આગમના ઉપયોગથી અશુભ કર્મનું ભેદન કરે છે, તેથી ભાવભિક્ષુ છે.ll૧૭ના વિશેષાર્થ -
અહીં વિશેષ એ છે કે મોહથી આકુળ એવો આત્માનો જ્ઞાનનો ઉપયોગ કર્મબંધનું કારણ છે, અને મોહના ઉન્મેલનને અનુકૂળ એવો આત્માનો જ્ઞાનનો ઉપયોગ કર્મનાશનું કારણ છે. વળી આત્મા સાથે સંશ્લેષ પામેલાં કર્મોને આત્માથી પૃથક્ કરવા જેવાં છે; કેમ કે આત્મા સાથે સંશ્લેષ પામેલાં કર્મો આત્માને વિડંબણા કરનારાં છે. તેથી આત્મા માટે ભેદવા યોગ્ય એવાં તે અશુભ કર્મોને યોગી મહાત્માઓ પોતાના શુદ્ધ ઉપયોગરૂપ ઉગ્ર તપ દ્વારા ભેદન કરે છે.
શુદ્ધ ઉપયોગને ફુરણ કરવા માટે આગમનો ઉપયોગ કારણ છે. તેથી ભાવભિક્ષુ આગમનું સ્મરણ કરીને સર્વ પ્રવૃત્તિઓ કરે છે; અને તે પ્રવૃત્તિ કર્મના ભેદનને અનુકૂળ ક્રિયારૂપ છે, અને તેનાથી ભેદ્ય એવાં અશુભ કર્મો આત્માથી પૃથફ થાય છે. માટે ઉગ્ર તપરૂપ ભેદનક્રિયા વડે ભેદ્ય એવા અશુભ કર્મનું આગમના ઉપયોગથી ભેદન કરનાર મહાત્માઓ ભાવભિક્ષુ છે. II૧ળા અવતરણિકા –
શ્લોક-૧થી૧૭માં ભાવભિક્ષ કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ભાવભિસુના પર્યાયવાચક અન્ય શબ્દો દ્વારા ભિક્ષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org