________________
ભિક્ષુદ્રાવિંશિકા/ક-૮
૧૫ વેદન થાય છે, તેથી આક્રોશાદિ વચનો દુઃખના હેતુ છે. માટે આક્રોશાદિ વચનો ઇંદ્રિયોને કાંટા જેવા છે તેમ કહેલ છે.
સાધુ ભગવંતો સમભાવના ઉપયોગવાળા હોય છે. તેથી કોઈ આવીને તેમને આક્રોશ, પ્રહાર કે તર્જન કરે ત્યારે પણ તેઓને તે આક્રોશાદિ વચનો દુઃખ ઉત્પન્ન કરતાં નથી, પરંતુ આક્રોશાદિ કરનાર વ્યક્તિનું કઈ રીતે હિત થાય, તેની ચિંતા કરીને સમભાવમાં ઉદ્યમ કરે છે. તેથી જે સાધુ ભગવંતો આક્રોશ, પ્રહાર કે તર્જનના નિમિત્તને પામીને સમભાવની વૃદ્ધિ કરે છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. '(૧૭) સ્મશાનમાં પ્રતિમામાં રહેલ, ભચના કારણોથી ભય નહિ પામનારા ભાવભિક્ષુ -
જે સાધુ ભગવંતો સ્મશાનમાં પ્રતિમામાં રહેલા હોય ત્યાં ભયના કારણભૂત હિંસક પ્રાણીઓના ઉપદ્રવ વર્તતા હોય તોપણ જેઓ ભય પામતા નથી, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.
આશય એ છે કે મુનિ સમભાવની વૃદ્ધિ અર્થે સ્મશાનમાં પ્રતિમામાં રહેલ હોય છે, અને સ્મશાનમાં રહીને મહાધ્યાનમાં ઉદ્યમ કરતા હોય છે, અને તે ધ્યાનના બળથી અસંગભાવના પરિણામમાં વર્તે છે. આ અસંગભાવના પરિણામને કારણે દેહના નાશક એવા હિંસક પ્રાણીઓથી પણ મુનિઓને ભય હોતો નથી. IIણા અવતરણિકા :
વળી જે મુનિઓ અસંગભાવની ઉત્તમ ભૂમિકામાં છે, તેઓ કેવા સમતાના પરિણામમાં છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
आक्रुष्टो वा हतो वापि लूषितो वा क्षमासमः ।
व्युत्सृष्टत्यक्तदेहो योऽनिदानश्वाकुतूहल: ।।८।। અન્વયાર્થકષ્ટો વા કુવચનો વડે આક્રોશ કરાયેલ, કે હતો વારિ=દંડાદિ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org