________________
૧૩
ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૭ તેમાં પ્રયત્ન કરવાનો જેમનો આદર નથી, પરંતુ તે સર્વ અનુચિત પ્રવૃત્તિના નિવારણમાં યત્ન કરવાનો જેમને આદર છે, તેવા સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.
જેમ કોઈ મુમુક્ષુ દીક્ષા માટે તત્પર થયેલ હોય ત્યારે પણ આ દીક્ષા લેશે તો મને શિષ્યની પ્રાપ્તિ થશે અથવા મારા વૈયાવચ્ચમાં ઉપયોગી થશે કે મારી પર્ષદાની વૃદ્ધિ થશે, તેવા કોઈ આશયથી દીક્ષા આપવાની પ્રવૃત્તિ કોઈ સાધુ કરે, તો તે સાધુને અનુચિત પ્રવૃત્તિમાં આદર છે; પરંતુ જે સુસાધુ શિષ્યાદિ પ્રત્યે નિરપેક્ષ છે; ફક્ત યોગ્ય જીવોના હિતને અર્થે, દીક્ષા આપે છે, અન્યથા નહિ તે સાધુ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. IIકા વિશેષાર્થ :
પ્રસ્તુત શ્લોકમાં “ઉચિતમાં અનાદર નથી' એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ભાવસાધુ ક્યારેય પણ ઉચિત પ્રવૃત્તિ કરવા માટે ઉપેક્ષા કરતા નથી, પરંતુ હંમેશાં ઉચિત પ્રવૃત્તિ સેવવા માટે તત્પર રહે છે.
વળી “અનુચિતમાં આદર નથી' એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ભાવસાધુ અનુચિત પ્રવૃત્તિ ક્યારેય પણ સેવતા નથી, પરંતુ સતત ઉચિત પ્રવૃત્તિનું સેવન કરે છે, તેથી તેવા સાધુને અનુચિતના ત્યાગને કારણે સદા મોહધારાની હાનિ થાય છે અને ઉચિતના સેવનને કારણે યોગધારાની=યોગમાર્ગની સદા વૃદ્ધિ થાય છે. બ્રા અવતરણિકા -
વળી અન્ય રીતે ભાવભિક્ષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
आक्रोशादीन्महात्मा यः सहते ग्रामकण्टकान् ।
न बिभेति भयेभ्यश्च स्मशाने प्रतिमास्थितः ।।७।। અન્વયાર્થઃ
થર મહાત્મા=જે સાધુ મહાત્મા પ્રામવિટા =ઇંદ્રિયોને કંટક જેવા લોશાહી–આક્રોશાદિને સદ=સહન કરે છે ઘ=અને મરીને=સ્મશાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org