________________
ભિક્ષુદ્વાત્રિંશિક/શ્લોક-૧
ભાવગૃહથી નિષ્ક્રમણ કરીને, ગુરુથી કહેવાયેલા વચનમાં=જ્ઞાનવૃદ્ધથી કહેવાયેલા વચનમાં, હંમેશાં ચિત્તનું સમાધાન કરીને-પ્રણિધાન કરીને, વક્ર ભ્રમરવાળી=સ્ત્રીઓને અવશ એવા જેઓ વાંત=પરિત્યક્ત એવા વિષયજંબાલને ફરી ગ્રહણ કરતા નથી જ, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક
૧૭ સાથે સંબંધ છે. ।૧।।
ભાવાર્થ:
ભાવભિક્ષુનું સ્વરૂપ :
(૧) સ્ત્રીને વશ થયા વગર પરિત્યક્ત વિષયોને ફરી નહિ સ્વીકારનારા ભાવભિક્ષુ :
=
-
3
ભાવભિક્ષુ થવું એટલે જગતના સર્વ પદાર્થો પ્રત્યે નિરપેક્ષ થઈને શુદ્ધ આત્મતત્ત્વને આવિર્ભાવ કરવાને અનુકૂળ મન, વચન અને કાયાની સુદૃઢ પ્રવૃત્તિમાં ઉદ્યમ કરવો. આવું ભાવભિક્ષુપણું પ્રગટ કરવા માટે પૂર્વભૂમિકામાં યોગ્યતા પ્રગટ કરવામાં આવે છે. આથી ભિક્ષુ થવાના અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો પણ જ્યાં સુધી ભિક્ષુ થવાની યોગ્યતા પ્રગટી નથી ત્યાં સુધી દેશિવરતિનું પાલન કરીને, અને દેશવિરતિના પાલનથી જેમ જેમ શક્તિનો સંચય થાય તેમ તેમ ઉત્તરઉત્તરની દેશવિરતિને સ્વીકારે છે, અને વિશેષ શક્તિના સંચય અર્થે શ્રાવકની પ્રતિમાઓને વહન કરે છે. આ રીતે જ્યારે ભિક્ષુ થવાની યોગ્યતા પ્રગટ થાય ત્યારપછી દ્રવ્યથી ગૃહનો ત્યાગ કરે છે, અને ભાવથી પણ ગૃહના પ્રતિબંધનો ત્યાગ કરે છે, અર્થાત્ સર્વ ક્ષેત્ર પ્રત્યે પ્રતિબંધ વગરના થાય છે. આ રીતે સર્વત્ર પ્રતિબંધ વગ૨ના થઈને સંયમ ગ્રહણ કરે છે, અને સંયમ ગ્રહણ કર્યા પછી ગીતાર્થ ગુરુના વચનમાં ચિત્તને સ્થાપન કરે છે.
ગીતાર્થ ગુરુનું વચન છે કે સર્વ શક્તિના ઉદ્યમથી ભગવાનના વચનાનુસાર યત્ન કરીને અસંગભાવની શક્તિનો સંચય કરવો જોઈએ, અને આ પ્રકારના ગીતાર્થ ગુરુના વચનમાં ચિત્તનું પ્રણિધાન કરીને, ગૃહવાસ છોડ્યો ત્યારે જે સ્ત્રીઓનો ત્યાગ કર્યો તેને વશ થયા વગર, જે ત્યાગ કરાયેલા વિષયોને ફરી ગ્રહણ કરતા નથી, તેવા સાધુ કર્મને ભેદનાર હોવાથી ભાવભિક્ષુ છે. IIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org