________________
૧૨૦
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૩૨ જીવો ઉચિત આલંબનો લઈને પોતાનામાં યોગમાર્ગને ક્રમસર પ્રગટ કરી શકે છે, અને ઘણા ભવો સુધી ક્રમસર સેવાયેલો યોગમાર્ગ યોગના પ્રકર્ષને પ્રાપ્ત કરાવે છે; પરંતુ મરુદેવા માતાએ તો પૂર્વના કોઈ ભવોમાં યોગમાર્ગને પ્રાપ્ત કર્યો નથી, યોગમાર્ગની સ્પૃહા પણ કરી નથી, છતાં વિર્યનો પ્રકર્ષ થવાથી તેમનામાં પ્રગટેલ યોગના પ્રભાવથી પરમપદને ક્ષણમાં પ્રાપ્ત કરે છે.
મરુદેવા માતા કેવાં છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
પરમઆનંદથી આનંદિત થયેલાં એવાં મરુદેવા માતા યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં અર્થાત્ આત્માના શ્રેષ્ઠ એવા અસંગભાવના પરિણામથી આનંદિત થયેલાં એવાં મરુદેવા માતા યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં. [૩ાા
| રૂતિ યોગામાહીતિવ્યન્નિશિવ પારદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org