________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૯/૩૦
૧૧૫ જેમ – ગ્રીષ્મઋતુથી જીવો સંતપ્ત થયેલા હોય, અને વર્ષાઋતુ આવે છે ત્યારે જીવોનો ગ્રીષ્મઋતુનો તાપ દૂર થાય છે; તેમ અનાદિકાળથી જીવો મોહથી અત્યંત સંતપ્ત છે, અને મોહથી આકુળ થઈને આરંભ-સમારંભાદિ કરીને દુર્ગતિઓની પરંપરાને પામે છે અને નરકાદિની કારમી યાતનાઓ સહન કરે છે; તે રૂપ સંસારતાપ હવે આ જીવોમાંથી યોગની સ્પૃહામાત્રથી દૂર થવાનો પ્રારંભ થયો છે. આવા પ્રકારની વર્ષાઋતુના આગમન જેવી યોગની સ્પૃહા પણ જીવ માટે મહાઉપકારક છે. (૨) મહોદયરૂપી સરોવરના તીરે વાતી પવનની લહરીના લવ જેવી યોગની સ્પૃહા :
જીવનો હવે મહાન ઉદય થવાનો છે, તેવા મહાન ઉદયરૂપ સરોવરના તીર ઉપર જે શાંત પવનની લહરીઓ વર્તે છે, તેના લવતુલ્ય યોગની સ્પૃહા છે અર્થાતુ જ્યારે જીવમાં યોગ પ્રગટશે ત્યારે તો કલ્યાણની પરંપરારૂપ મહોદયસ્વરૂપ સરોવર આત્મામાં પ્રગટ થશે, અને તે વખતે તે આત્મામાં ઉત્તમ યોગરૂપી પવનની લહરીઓ આવિર્ભાવ પામશે; જોકે તેવી લહરીઓ હજી પ્રગટ થઈ નથી, તોપણ તે લહરીઓનો લવ=અંશ, પ્રગટ થવા તુલ્ય યોગની સ્પૃહા છે. માટે જેમનું મહાકલ્યાણ થવાનું છે, તેની પૂર્વભૂમિકારૂપ આંશિક કલ્યાણની પ્રાપ્તિરૂપ યોગની સ્પૃહા છે.
આશય એ છે કે યોગની પ્રગટ થયેલી સ્પૃહા શક્તિનો સંચય કરીને યોગમાર્ગની પ્રાપ્તિ કરાવશે. તેથી યોગની પ્રાપ્તિ પૂર્વે પણ યોગની સ્પૃહારૂપ યોગનો અભિમુખભાવ ઘણા પ્રકારના ક્લેશોને દૂર કરીને ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત કરાવે છે. તેથી યોગનું માહાભ્ય તો દૂર રહો, પરંતુ યોગની સ્પૃહા પણ અદ્દભુત માહાત્મવાળી છે.રા. અવતરણિકા -
અત્યાર સુધી અનેક પ્રકારે યોગનું માહાભ્ય ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે જગતના જીવોને યોગની પ્રાપ્તિ કરાવવામાં પ્રબળ કારણ એવા પરમેશ્વર પણ યોગથી અનુગ્રાહ્ય છે–પરમેશ્વર ઉપર પણ યોગનો અનુગ્રહ વર્તે છે, તેમ બતાવીને તીર્થકરો ઉપર પણ યોગનો અદ્દભુત અનુગ્રહ છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org