________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૫
“તતો ..... માત” રૂતિ “તેનાથી=ભૂતના જયથી, અણિમાદિનો પ્રાદુર્ભાવ, કાયાની સંપત અને કાયાના ધર્મનો અનભિઘાત થાય છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ll૧૫ા ભાવાર્થ :
પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય બતાવે છે –(૨૬) શૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય -'
દેખાતું જગત પાંચ ભૂતાત્મક છે, અને તે પાંચે ભૂતોની પાંચ અવસ્થાવિશેષ છે – (૧) સ્થૂલ, (૨) સ્વરૂપ, (૩) સૂક્ષ્મ, (૪) અન્વય અને (૫) અર્થવસ્વ.
(૧) સ્થૂલ અવસ્થાવિશેષ :- પાંચે ભૂતોનો જે દેખાતો આકારવિશેષ છે તે સ્થૂલઅવસ્થાવિશેષરૂપ છે.
(૨) સ્વરૂપ અવસ્થા વિશેષ - પૃથિવી આદિ પાંચે ભૂતોનું વિશેષ પ્રકારનું સ્વરૂપ છે. જેમ - (૧) પૃથિવીમાં કર્કશપણું દેખાય છે, તે પૃથિવીનું સ્વરૂપ છે.
(૨) જલમાં સ્નેહ દેખાય છે=ભીંજવવાની શક્તિ દેખાય છે, તે જલનું સ્વરૂપ છે. (૩) અગ્નિમાં ઉષ્ણપણું દેખાય છે, તે અગ્નિનું સ્વરૂપ છે.
(૪) વાયુમાં પ્રેરણા દેખાય છે બીજા પદાર્થોને અન્યત્ર ગમનમાં પ્રેરણાશક્તિ દેખાય છે, તે વાયુનું સ્વરૂપ છે.
(૫) આકાશમાં અવકાશદાન દેખાય છે=આકાશ બીજા પદાર્થોને અવકાશ આપે છે, તે આકાશનું સ્વરૂપ છે.
(૩) સૂક્ષ્મ અવસ્થાવિશેષ :- દરેક ભૂત તેના કારણમાંથી ઉત્પન્ન થાય છે, તેથી ભૂતની કારણ અવસ્થા સૂક્ષ્મ છે અને કાર્ય અવસ્થા પૂલ છે, એ પ્રકારની પાતંજલદર્શનની માન્યતા છે. તે પ્રમાણે પાંચે ભૂતોનાં કારણો સૂક્ષ્મ છે.
જેમ – (૧) ગંધતન્માત્રામાંથી પૃથિવી થાય છે, તેથી પૃથિવીનું કારણ ગંધતન્માત્રા સૂક્ષ્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org