________________
ક્લેશણાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૨
૪૯ થયું છે, અને શાસ્ત્રઅધ્યયનથી કાંઈક યોગમાર્ગનું પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તોપણ તેઓ તત્ત્વની જિજ્ઞાસાથી અધિક અધિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યત્ન કરતા હોય છે; જ્યારે વિવેકખ્યાતિવાળા યોગીઓને પોતાને જે જ્ઞાન પ્રાપ્તવ્ય હતું તે પ્રાપ્ત થઈ ચૂક્યું છે, તેથી અધિક જ્ઞાનપ્રાપ્તિવિષયક ઇચ્છા નથી, માટે પ્રાપ્તવ્ય જ્ઞાનના વિકલ્પોથી પર યોગીઓની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે.
(૪) મને વિવેકખ્યાતિ પ્રાપ્ત થઈ છે, તેવી પરિણતિ - સંસારી જીવોને જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનના ફળની પ્રાપ્તિની ઇચ્છા હોય છે, તેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનથી ઇષ્ટની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે. તેમ યોગમાર્ગ તરફ વળેલા પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તે જ્ઞાનને આચરણામાં યોજીને સમાધિની પ્રાપ્તિ માટે યત્ન કરતાં હોય છે; જ્યારે વિવેકખ્યાતિવાળા યોગીને તો સર્વ યોગમાર્ગની અંતિમભૂમિકારૂપ વિવેકખ્યાતિ પ્રાપ્ત થઈ ચૂકેલી છે. માટે પ્રાપ્ત કરવા વિષયક વિકલ્પોથી પર યોગીઓની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે.
આ પ્રકારે કાર્યવિષયક નિર્મળ જ્ઞાનરૂપ ચાર કાર્યવિમુક્તિઓ વિવેકખ્યાતિમાં હોય છે. ત્રણ પ્રકારની ચિત્તવિમુકિતનું સ્વરૂપ :
(૫) મારી બુદ્ધિ ચરિતાર્થ છે, તેવી પરિણતિ - સંસારી જીવોને પદાર્થ વિષયક કાંઈક જ્ઞાન થાય તોપણ અધિક અધિક જાણવાની જિજ્ઞાસા વર્તે છે, પરંતુ પોતાની બુદ્ધિ ચરિતાર્થ થઈ છે તેવો શાંત વિકલ્પ ચિત્તમાં વર્તતો નથી. તેમ યોગમાર્ગમાં પ્રવૃત્ત પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓને પણ યોગમાર્ગનું કાંઈક જ્ઞાન થાય છે ત્યારે, પોતે ભાગ્યશાળી છે કે પોતાને યોગમાર્ગનો અવગમ થયો છે તેવી બુદ્ધિ થવા છતાં, હજુ બુદ્ધિને અતિશયિત કરવાની ઇચ્છા વર્તે છે. તેથી યોગમાર્ગનો વિશેષ બોધ કરવા માટે ઉદ્યમ કરે છે; પરંતુ વિવેકખ્યાતિવાળા યોગીઓની બુદ્ધિ સર્વ ઉત્સુકતાથી પર હોય છે. તેથી પોતાની બુદ્ધિ ચરિતાર્થ થયેલી છે તેવો શાંતરસ વર્તે છે. માટે સર્વ કુતુહલરૂપ ઉત્સુકતાથી પર યોગીઓની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org