________________
૪૮
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૨ છે. આવા પ્રકારની જેટલી સાલંબનસમાધિ છે, તેનાથી પણ ઉત્કર્ષવાળી અંતિમભૂમિવાળી બુદ્ધિ છે, તે વિવેકખ્યાતિ છે; અને તે વિવેકખ્યાતિમાં સાત પ્રકારની પરિણતિ વર્તે છે. તે સાત પ્રકારની પરિણતિમાં ચાર પ્રકારની પરિણતિ કાર્યવિમુક્તિરૂપ છે=કોઈ કાર્ય સાધવાનું પોતાને રહ્યું નથી તેવી બુદ્ધિ થવાને કારણે, ચાર પ્રકારની કાર્યની બુદ્ધિથી રહિત એવી યોગીની પરિણતિ હોય છે. અને ત્રણ પ્રકારની પરિણતિ ચિત્તવિમુક્તિરૂપ છે=સંસારી જીવોમાં ત્રણ પ્રકારનાં ચિત્તો વર્તતાં હોય છે, તે ત્રણ પ્રકારનાં ચિત્તોથી રહિત એવી યોગીની પરિણતિ છે. ચાર પ્રકારની કાર્યવિમુક્તિનું સ્વરૂપ :
(૧) મારે કાંઈ જ્ઞાતવ્ય નથી, તેવી પરિણતિ :- સંસારી જીવોને નવું નવું ભણવાની જિજ્ઞાસા હોય છે, અને સંસારથી વિમુક્ત થયેલા પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓને પણ તત્ત્વ જાણવાની જિજ્ઞાસા હોય છે; પરંતુ જ્યારે વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે વિવેકખ્યાતિવાળા યોગીને આત્માના પારમાર્થિક સ્વરૂપ સિવાય કાંઈ જ્ઞાતવ્ય રહેતું નથી; અને આત્માનું પારમાર્થિક સ્વરૂપ પોતાને સંવેદન થઈ રહ્યું છે, તેથી તે વખતે યોગીની બુદ્ધિમાં કાંઈ જ્ઞાતવ્ય નથી. માટે જ્ઞાતવ્યના વિકલ્પોથી પર યોગીની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે.
(૨) મારા ક્લેશો ક્ષીણ થઈ ગયા છે, મારે કાંઈ ક્ષેતવ્ય નથી, તેવી પરિણતિ:સંસારી જીવોને પ્રતિકૂળ ભાવો ક્ષેતવ્ય છે. આથી રોગાદિને દૂર કરવા માટે સંસારી જીવો સદા તત્પર હોય છે; અને તત્ત્વમાર્ગ તરફ વળેલા યોગીઓને પણ પોતાના ચિત્તમાં વર્તતા ક્લેશો ક્ષેતવ્ય છે. તેથી આદ્યભૂમિકાના યોગીઓ માટે ક્લેશો લેતવ્ય છે; પરંતુ વિવેકખ્યાતિવાળી પર્યત ભૂમિની બુદ્ધિ પ્રગટે છે ત્યારે, વિવેકખ્યાતિવાળા યોગીના લેશો ક્ષીણ થયેલા હોય છે અર્થાતુ નષ્ટ થયેલા હોય છે, તેથી તેવા યોગીઓ માટે ક્ષેતવ્ય કાંઈ નથી. માટે ક્ષેતવ્યના વિકલ્પોથી પર યોગીઓની બુદ્ધિ વિવેકખ્યાતિમાં હોય છે.
(૩) મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેવી પરિણતિ :- સંસારી જીવોને જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવા છતાં અધિક અધિક જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છા વર્તે છે; કેમ કે પ્રાપ્ત થયેલા જ્ઞાનથી તેમનું ચિત્ત સંતોષવાળું નથી. તેમ યોગમાર્ગ તરફ વળેલા પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓને પણ સંસારના સ્વરૂપનું કાંઈક જ્ઞાન પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org