________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૯
વળી આત્માનો સર્વથા અભાવ હોય તો નૈરાત્મ્યને કહેનાર, નૈરાત્મ્યને સાંભળનાર કે નૈરાત્મ્યને જોનાર કોઈ પુરુષ નથી તેમ પ્રાપ્ત થાય, અને નૈરાત્મ્યને કહેનારા આદિની ઉપલબ્ધિ છે. તેથી સિદ્ધ થાય છે કે આત્માનો સર્વથા અભાવ નથી તેવું ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તેથી નૈરાત્મ્યવાદી બૌદ્ધ કહે કે આત્માને અમે ક્ષણિક માનીશું. તેથી ક્ષણ પછી આત્માનો અભાવ છે, માટે નૈરાત્મ્યનો યોગ થશે. તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે જો ક્ષણ પછી આત્માનો અભાવ સ્વીકારવામાં આવે તો મોક્ષનાં અનુષ્ઠાનો અને મોક્ષ ફળની અનુપપત્તિ થાય. તેથી આત્માને ક્ષણિક સ્વીકારીને નૈરાત્મ્યનો યોગ સંગત કરી શકાય નહિ એમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે આત્માને ક્ષણિક સ્વીકારી ન શકાય તે સ્પષ્ટ કરવા અર્થે આત્માને ક્ષણિક સ્વીકારવામાં ત્રણ વિકલ્પો થાય છે તે બતાવીને તેમાં શું દોષ આવે છે ? તે સ્પષ્ટ કરે છે
૨૦
અવતરણિકા :
किञ्च क्षणिको ह्यात्माभ्युपगम्यमानः स्वनिवृत्तिस्वभावः स्यात्, उतान्यजननस्वभावः, उताहो उभयस्वभावः, इति त्रयी गतिः, तत्राद्यपक्षे आह
અવતરણિકાર્ય :
વળી ક્ષણિક આત્મા સ્વીકારો તો સ્વનિવૃત્તિસ્વભાવવાળો આત્મા થાય, અથવા અન્યજનનસ્વભાવવાળો આત્મા થાય, અથવા ઉભયજનનસ્વભાવવાળો આત્મા થાય, એ પ્રકારે ત્રણ વિકલ્પો છે. તેમાં–તે ત્રણ વિકલ્પોમાં, આદ્યપક્ષમાં=સ્વનિવૃત્તિસ્વભાવવાળો આત્મા થાય એ રૂપ આદ્યપક્ષમાં, ગ્રંથકારશ્રી કહે છે
ભાવાર્થ:
--
Jain Education International
બૌદ્ધદર્શનવાળા આત્માને ક્ષણિક સ્વીકારે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે કે આત્મા ક્ષણિક છે એમ તમે જે સ્વીકારો છો, તે ક્ષણિક આત્મા પોતાની નિવૃત્તિના સ્વભાવવાળો છે ? અર્થાત્ પોતાના સર્વથા અસ્તિત્વના અભાવના સ્વભાવવાળો છે ? અથવા અન્યજનનસ્વભાવવાળો છે ? અર્થાત્ અન્યને જન્મ આપવાના સ્વભાવવાળો છે ? અથવા ઉભયસ્વભાવવાળો છે ? અર્થાત્ સ્વની નિવૃત્તિ કરે અને અન્યનું જનન કરે તેવા ઉભય સ્વભાવવાળો છે ? આ પ્રકારે
-
For Private & Personal Use Only
www.jainelibrary.org