________________
ક્લેશતાનોપાયદ્વાત્રિશિકાશ્લોક-૮
૨૩ પક્ષમાં, વૈરાગ્યનો અયોગ હોવાને કારણે આ=બૌદ્ધોનો મત, યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.
ક્ષણિકત્વપક્ષમાં નૈરાભ્યનો અયોગ કેમ છે ? તેમાં હેતુ કહે છે – ક્ષાત્ ...અનુપપઃ ક્ષણથી ઊર્ધ્વમાં ક્ષણિક એવા આત્માનો નાશ હોવાને કારણે અન્યની=અનંતર ક્ષણવાળા આત્માની, અપ્રસિદ્ધિ હોવાથી, આત્માનાં આશ્રય એવાં મોક્ષસાધક અનુષ્ઠાન અને મોક્ષરૂપ ફળાદિની અનુપપત્તિ છે. ભાવાર્થ :ક્ષણિકત્વરૂપ બીજા પણ પક્ષમાં નૈરાભ્યનો અયોગ હોવાને કારણે આત્મારૂપ આશ્રમમાં મોક્ષસાધક અનુષ્ઠાન અને મોક્ષરૂપ ફળની અનુપપત્તિ :
નરામ્યવાદી બૌદ્ધ કહે છે કે આત્મા ક્ષણિક છે માટે બીજી ક્ષણમાં આત્મા રહેતો નથી, અને આત્માના આવા ક્ષણિક સ્વભાવનો સમ્યમ્ બોધ થાય તો ક્ષણિક એવા આત્મા પ્રત્યે સ્નેહ થાય નહિ; કેમ કે બીજી ક્ષણમાં મારો આત્મા નથી, તેથી સ્નેહનો વિષય કોઈ નથી; અને આત્મા પ્રત્યે સ્નેહ ન થાય તો સુખના ઉપાયોમાં પ્રવૃત્તિ થાય નહિ, પરંતુ નરામ્યદર્શનના કારણે વિરક્તભાવ થાય, અને સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય.
આ પ્રકારનો બૌદ્ધનો મત યુક્ત નથી; કેમ કે આત્માને ક્ષણિક સ્વીકારીએ તો એક ક્ષણ પછી આત્માનો નાશ થાય છે અને બીજી ક્ષણમાં આત્માની અપ્રસિદ્ધિ છે અર્થાત્ આત્મા નથી, તેથી નૈરાભ્યદર્શનને કારણે બીજી ક્ષણમાં તે આત્મા મોક્ષસાધક અનુષ્ઠાન કરે અને મોક્ષફળને પ્રાપ્ત કરે તેમ કહી શકાય નહિ; કેમ કે બીજી ક્ષણમાં જો આત્મા જ ન હોય તો મોક્ષસાધક અનુષ્ઠાન કરનાર કોઈ નથી, અને તેના ફળરૂપે ક્લેશનાશને પ્રાપ્ત કરનાર કોઈ નથી. તેથી નૈરાભ્યદર્શન ક્લેશનાશનો ઉપાય છે તેમ કહેવું અર્થ વગરનું છે. પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન :
પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું કે આત્માને ક્ષણિક માનવામાં આવે તો ક્ષણ પછી આત્માનો નાશ થાય છે, અને ત્યારપછીની ક્ષણોમાં આત્માની અપ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org